ભરૂચ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીની સુચના મુજબ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાશતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલતી હોય જેથી પો.સ.ઈ.વાય.જી.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ- ફર્લો સ્કોડ ટીમના પોલીસ માણસો વાલીયા વિસ્તારમા પેટ્રોલીંગ માં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં- 1 ૪૭/૨૦૧૯ પ્રોહી.એકટ કલમ-૬૫એ, ઇ,૮૧ મુજબ ના ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી હરેશભાઈ રાજુભાઈ વસાવા રહે-નગર શેઠ ફળિયુ ડેહલી ગામ તા.વાલીયા જી.ભરૂચ નાને ડેહલી ગામ ના બસ સ્ટેન્ડ પાસે થી ઝડપી પાડી સી. આર. પી.સી-૪૧(૧) આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળ ની તપાસ સારૂ વાલીયા પો.સ્ટે, મા સોંપવામાં આવેલ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






