સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ દ્રારા વાલ્મિકી સફાઈ કામદારોના પડતર પ્રશ્નો બાબતે નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું.

0
167

આજ રોજ ભરૂચ નગરપાલિકામાં કામ કરતા વાલ્મિકી સફાઈ કામદરોએ પોતાની પડતર માંગણીઓ માટે સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ ભરૂચના નેજા હેઠળ પ્રમુખ કિરણ સોલંકી,તથા ધર્મેશ સોલંકીની આગેવાનીમાં ભરૂચ નગરપાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકાના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો જેવાકે વર્ષ ૨૦૬૧૬-૧૭ ના વર્ષનું મળવાપાત્ર બોનસ આપવા,સાતમા પગાર પંચના નાણાં વહેલી તકે તફાવત સહિત ચુકવણી કરવામાં આવે,ઉચ્ચતર પગાર ધોરણ ૧૨/૨૪ નો લાભ ભરૂચ નગરપાલિકામાં તાત્કાલીક અમલ કરી તફાવત સહિતનો પગાર ચુકવવામાં આવે,સરકારના હુકમ મુજબ રહેમ રાહે જે તે લાભાર્થીને આપી અમલી કરવામાં આવે,તથા
અશક્ત કાયમી કામદરોને તેની અશક્તિને ધ્યાનમાં રાખી મેડિકલ ગ્રાઉન્ડ પર તેનું રાજીનામુ મંજુર કરી તેની જગ્યા પર તેના વારસદારને નોકરી અપાવી,તથા શ્રાવણ માસ નિમિત્તે મોંઘવારી તફાવતના નાણાં બાકી મળવાપાત્ર રકમ ચૂકવી આપવા સાથે અગાઉના દિવસોમાં રક્ષાબંધન અને બીજા અન્ય તહેવારો આવતાં હોઈ વહેલી તકે કામદારોનો પગાર ચૂકવી આપવામાં આવે જેથી કામદારોને તહેવાર દરમ્યાન કોઈ તકલીફ ન પડે જેવી માંગે સાથે નગરપાલિકા
પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY