આજ રોજ ભરૂચ જિલ્લા અને શહેર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય બાઈક રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી.
અખાય વિશ્વમાં ૯ મી ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસી ઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારો માં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.

ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો વેજલપુર બમ્બાખાન ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઢોલ-નગારા સાથે ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી.રેલી વેજલપુર થી મહોમદપુરા, પંચબત્તી થઈને સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડો,બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી ફુલહાર ચઢાવી સરકાર દ્રારા આવતા વર્ષે વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





