ભરૂચ જિલ્લા માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના નેજા હેઠળ પુનઃ એક વખત જિલ્લા કલેકટર તથા વાગરા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ.

0
133

ભરૂચ જિલ્લાના ગામડામાં મોટી સંખ્યામાં આવેલ ગૌચર જમીન ઉપર બિનઅધિકૃત કબજાઓ છે તેમજ બિનઅધિકૃત ખેડાણ કરતાં હોય તેવા લોકોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માલધારી સમાજે જિલ્લા કલેકટર તથા વાગરાના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લા માલધારી સમાજ અને ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્રારા આજ રોજ યુવા આગેવાન જીણા ભરવાડની આગેવાનીમાં એકત્રિત થઈને ભરૂચ જિલ્લા સમાહર્તા રાવીકુમાર અરોરા તથા વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાને પુનઃ એક વખત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી છે કે માલધારી સમાજના લોકો પશુઓ પાલન કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોઈએ છીએ. જોકે ભરૂચ જિલ્લાના જુદા-જુદા ગામડાઓમાં મોટી સંખ્યામાં સરકારી ગૌચર જમીનો આવેલી છે. તેમાં ઘણાં અસામાજિક તત્વો દ્રારા ગૌચર જમીનનું ખેડાણ કરી રહ્યા છે જેથી પશુપાલન કરી રહેલા માલધારી સમાજના પશુઓને ચરણ મળતું નથી જેથી માલધારી સમાજના લોકોને રોજી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

તેમજ ગામડાઓના માથા ભારે ખેડૂતો ગૌચર જમીન ખેડાણ કરી તેના ઉપર મોટા પાયા ઉપર ખેતી કરી રહ્યા છે જ્યારે પંચાયત કચેરીમાં આ અંગે રજૂઆતો કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે તમારા થી થાય તે કરી લો જેવી ધમકીઓ આપી ચૂપ કરવી દે છે.જો આવા લોકો ગૌચર જમીન ઉપર ખેતી કરતા રહેશે તો માલધારી સમાજના લોકોનું જીવન અને બાળકોના ભવિષ્ય ઉપર ખૂબ મોટો ખતરો ઉભો થાય તેમ હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆતો કરી હતી કે વાગરા તાલુકાના ગંધારમા ગૌચર જમીન પર ખેતી ખેડાણ નું કામ ચાલી રહ્યું છે જેથી વહેલી તકે એક વિશેષ ટીમ બનાવી ગૌચર જમીન માં બિન અધિકૃત રીતે ખેતી કરતા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. અને જો વહેલી તકે આનો કોઈ યોગ્ય વિકલ્પ નહિ કરવામાં આવે તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY