રાજપીપળાની ની સ્કૂલો કે ક્લાસીસો પાસે બાઈક પર આંટા મારી વિદ્યાર્થીનીઓ ને હેરાન કરનાર યુવાનો ને સબક જરૂરી
નિર્ભયા સ્કોડે ઘણીવાર રોમિયોગીરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે છતાં મજનુગીરી ન છોડતા યુવાનો સામે હવે કડક પગલાં લેવાય એ જરૂરી છે

રાજપીપળા: રાજપીપળા ની સ્કૂલો કે ટ્યુશન ક્લાસો પાસે બાઈકો લઈ આંટા મારી વિદ્યાર્થીનીઓ ને હેરાન કરતા અમુક યુવાનો બાબતે નિર્ભયા ટીમના પી એસ આઈ કે કે પાઠક ને મળેલી ફરિયાદ બાદ આજે એ જગ્યા પર વોચ રાખતા અમુક યુવાનો બાઈક સાથે ઝડપાઇ જતા એને નિર્ભયા ની ટીમે પકડી મહિલા પોલીસ સ્ટેશન પર લાવ્યા બાદ વાલીઓ ને બોલાવી હવે પછી આમ નહિ કરું એવું માફીપત્ર લખાવી જતો કર્યો જયારે અમુક પર કાયદેસર કાર્યવાહી કરી હતી તેમ છતાં વારંવાર આવી ઘટના જોવા મળે છે અને નિર્ભયા ટિમ આ રીતે માફીપત્ર કે કાયદેસર કાર્યવાહી કરી યુવાનોનું ભવિષ્ય ન બગડે એનું ધ્યાન રાખી પોલીસ કડક કાર્યવાહી કરતી નથી પરંતુ નર્મદા જિલ્લા માં મજનુગીરી કરતા તત્વો પૈકી કોઈ યુવાન નું ભવિષ્ય ન બગડે એવા હેતુ થી કરાયેલી પોલીસ ની મામૂલી કાર્યવાહી થી જાણે આ મજનૂઓ ડરતા નથી એમ લાગી રહ્યું છે ત્યારે પોલીસે આવા તત્વો સામે ત્રીજી આંખ ખોલી કડક કાર્યવાહી કરવી પડશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




