ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે એક મકાનમાં જુગાર રમતા ૧૦ જુગારીઓ સહિત ૧૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી જુગારીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ સુનિલ તરડે તથા પીઆઈએસ જે.જે.ધડુક તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે ઈંદ્રિસ કીદીવાળાના મકાનમાં કેટલાક ઈસમો રૂપિયા થઈ પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે.
જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસે જુગાર વાડી જગ્યા પર દરોડા પાડતા જુગાર રમતા ૧૪ જેટલા ઈસમો પોલીસના રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા હતાં.પોલીસે તેઓ પાસે થી ૧ લાખ ૪૯ હજાર ઉપરાંતની રોકડ રકમ તેમજ ૮ લાખ ૮૦ હજારની કિંમતના ૪ જેટલા વાહનો અને ૧૩ જેટલા મોબાઈલ ફોન મળી કુલ ૧૦ લાખ ૬૪ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા અન્ય જુગારીઓમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.
ઝડપાયેલ જુગારીઓ
(૧) ઈંદ્રિશ ગુલામ ઉમરજી કીદીવાલા.રહે દયાદરા.
(૨)ઇકબાલ આદમ વલી ચીકન વોરા પટેલ રહે.આછોદ.
(૩)ખાલિદ વલ્લી મુસા પટેલ રહે આમોદ
(૪)મહંમદ વલી અહમદ ગની રહે.દયાદરા
(૫)હિફજુલ રહેમાન અબ્દુલા વોરા પટેલ રહે આછોદ
(૬) હુસેન અહેમદ આદમ વોરા પટેલ રહે.આછોદ
(૭)જાવીદ હુસેન ગુલામ મુર્તુજા કાપડિયા રહે.બળેલી ખો.ભરૂચ.
(૮)મહંમદ હુસેન અબ્દુલ રહેમાન મલેક રહે.બાવળી ભરૂચ
(૯)જફર મહેમુદ મલેક.રહે બળેલી ખો.ભરૂચ
(૧૦)પ્રકાશ ભગવાન ભાઈ ચૌહાણ રહે પીપલીયા ભરૂચ
(૧૧)રાકેશ નાગજી ભાઈ બારીયા રહે પીપલીયા ભરૂચ
(૧૨)ઈરફાન અલી અહેમદ સેલોટ રહે આમોદ
(૧૩)ઇલ્યાસ મહંમદ ઈસા પટેલ રહે આછોદ
(૧૪)અજય ઉર્ફે ભીખો મણિલાલ પટેલ રહે વેજલપુર ભરૂચ.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





