હોસ્પિટલમાં ડિલિવરી બાદ માં અને બાળકીનું મોત નિપજતા પરિવાર જનોમાં હોસ્પિટલ સામે આક્રોશ…

0
15

આજ રોજ ભરૂચ શહેરમાં આવેલી સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડિલિવરી થયા બાદ માતા અને બાળકી બંનેવનું મોત નિપજતા મહિલાના પરિવારજનોએ હોસ્પિટલની નિષ્કાળજીના લીધે મોત થયું હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધવી છે.

મળતી માહિતી મુજબ રેશ્મા ગોહિલ, ઉમર વર્ષ ૨૨નાઓ ગર્ભવતી હોય અને તેની સેવાશ્રમ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડો,હિરલ પંડ્યા નાઓ પાસે રુટિંગ ચેકઅપ કરાવતી હોય ગતરોજ તને ડિલિવરીનું દર્દ ચાલુ થતા તેંના પરિવારજનો દ્રારા સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.જ્યાં તેની નોર્મલ ડિલિવરીમાં બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ બાળકી મૃત જન્મ થયો હોવાથી તેના પરિવાર જનો દ્રારા તેની અંતિમ વિધિ પુરી કરી તેને દફનાવી દેવામાં આવી હતી.

જયારે આજ રોજ સવારના રેશ્મા ગોહિલ પણનું પણ કોઈ કારણો સર મોત નિપજતા પરિવારજનો હોસ્પિટલના ડોકટર અને હોસ્પિટલ સત્તાધીશો સામે આક્ષેપ કર્યો હતો કે બંનેવના મોતના જવાબદાર હોસ્પિટલ છે.જેથી રેશ્માની ડેથબોડી નહીં લઇ જઈ પોલીસ ફરીયાદ નોંધાવવમાં આવી છે.

જ્યારે આ અંગે મીડિયા દ્રારા સેવાશ્રમ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોકટર હિરલ પંડ્યા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દર્દી રેશ્મા ગોહિલ રુટિંગ ચેકઅપમા છેલ્લે માર્ચ મહિનામા બતાવવા આવ્યા હતાં ત્યારે બાદ તેવો બતાવવા આવ્યા નતા ત્યાર ચાલુ મહિને ઓગષ્ટ ૭ કે ૮ તારીખે બતાવવા આવ્યું હતું જેમાં તેણીની સોનોગ્રાફી અને બીજા અન્ય રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા તે બધા નોર્મલ આવ્યા હતા.અને ૧૪ ઓગષ્ટે દર્દી દુખાવા સાથે આવ્યું હતું અને તને દાખલ પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેના પરિવારવાળા તને પોતાના ઘરે જતા રહ્યા અને કીધું હતું કે વધારે દુખાવો થશે તો લઈને આવીશું અને ગઈકાલે તેવો દર્દીને તાવ અને દુખાવા સાથે લાવ્યા હતા.પરંતુ ચાર પાંચ મહિને બતાવવા આવેલ દર્દીને આ દરમ્યાન કોઈ તકલીફ થઈ હોય તો અમારો શુ વાંક જેથી કરીને તેના પરિવારને પોસ્ટમોર્ટમ કરાવવાની જણાવ્યું હતું.અને હોસ્પિટલ દ્રારા પણ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY