અંક્લેશ્વર જીઆઇડીસી પો.સ્ટે. વિસ્‍તારમાં આવેલ કૃષિ ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતો તેવો રાસાયણિક ખાતરનો જથ્થો શોધી કાઢતી પોલીસ

0
15

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ તરફથી ખેડુતોને કૃષિ કામમાં ફાળવવામાં આવતા રાસાયણિક ખાતર નો ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થતો હોય તેવી પ્રવૃત્તિની માહિતી મેળવી કાર્યવાહી કરવા મળેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંક્લેશ્વર વિભાગ નાઓની સુચના આધારે આજરોજ અંક્લેશ્વર જીઆઇડીસી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુળિયા બાતમી મેળવી પ્રો.પો.સ.ઇ. જે.એન.ભરવાડ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમ દ્વારા વરૂણ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી,પ્લોટ નંબર -૨૩૦, જીદલાભાઇ ટ્રાન્સપોર્ટ પાસે, જી. આઈ. ડી.સી., અંકલેશ્વર, ખાતેથી રાસાયણિક ખાતરની ગુણો નંગ-૧૬૦ તથા ઉપયોગમાં લેવાયેલ તેવી ખાતરની ખાલી ગુણો નંગ-૨૦૨ તથા એક આઇશર ટેમ્પો નં.જીજે 16- એક્સ 9409 પકડી પાડેલ છે. આ કામના વરુણ ઇન્દરસ્ટ્રીઝ ફેક્ટરીના માલીક પ્રવિણભાઇ પટેલ નાઓએ આર્થિક ગેરલાભ લેવા આરોપી ધવલભાઇ મોદી મારફતે ખેડુતોના કૃષિ ઉપયોગમાં લેવાતો રાસાયણિક ખાતર મેળવી અને આરોપી એજન્ટ ધવલભાઇ મોદી એ ખેડુતોની ખાતરની સહકારી મંડળી,માંડવા ના સંચાલક જયેશભાઇ મોદી પાસેથી ખાતર ભરેલ ગુણો આરોપી ડ્રાઇવર કાંતીભાઇ પટેલ મારફતે આઇશર ટેમ્પો માં ભરી ફેક્ટરી માલીકને મોકલી અને ફેક્ટરી માલીકે સદર રાસાયણિક ખાતરનો ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લઇ એક ગુણ ૪૫ કિ.ગ્રા. કિં.રૂ.૨૬૬-૫૦ પૈસા એવી કુલ-૧૬૦ ગુણો કુલ કિં.રૂ. ૪૨,૬૪૦/- ના જથ્થા તથા ઉપયોગમાં લેવાયેલ તેવા ખાતરની ખાલી ગુણો નંગ-૨૦૨ કિં.રૂ.૦૦/- તેમજ આઇશર ટેમ્પો કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- સાથે આરોપી પ્રવિણભાઇ પટેલ તથા આરોપી કાંતીભાઇ પટેલ સ્થળ પરથી પકડાઇ ગયેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY