સીસીટીવી આધારે મંદિરમાં અને મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એ ડિવિઝન પોલીસ.

0
228

ભરૂચમાં ગત દિવસોમાં થયેલ મંદિર અને મોબાઈલ દુકાનની ચોરી કરનાર એક ઇસમને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૬/૨/૧૮ ના રોજ ભરૂચ ના અયોધ્યા નગર પાસે આવેલ મોઢેશ્વરી મંદિર અને બાજુના શોપિંગમાં આવેલ ગણેશ મોબાઈલમાં અજાણ્યા તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જેમાં મોઢેશ્વરી મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલા રૂપિયા અને બાજુના શોપિંગમાં આવેલ ગણેશ મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નંગ-૬ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલે ૧૦,૦૦૦/- રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયેલ હતાં.જે અંગેની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસ દ્રારા મંદિર અને મોબાઈલની દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ જતા પોલીસ દ્રારા ફૂટેજ મેળવી તેમા બે આરોપીઓ હોઈ જેની ઝીણવટ ભરી તપાસ કરતાં એક આરોપી અગાઉ ચોરીમાં પકડેલ હસમુખ મદન મારવાડી રહે,અયોધ્યા નગર ઝૂંપડપટ્ટીનો હોવાનું માલુમ પડયું હતું.જેથી તેના ઘરે તપાસ કરતાં તે ઘરે મળી આવેલ નહીં પરંતુ પોલીસે બાતમીના આધારે તેનો બીજો મિત્ર રવિ પ્રવીણ દાંતાલી, રહે, અમદાવાદ અને તે ભરૂચમાં આવનાર છે જે અંગે વોચ સર્વેલન્સ સ્કોડના માણસોએ ગોઠવી રવિ આવતાં તેને ઝડપી પાડેલ અને તને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછ પરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેણે અને હસમુખ મારવાડીએ સાથે મળીને મંદિર અને મોબાઈલની દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે રવિ દંતાલીની અટક કરી હતી. અને ચોરીના મોબાઈલ અને મંદિરના નાણાંનો મુદ્દામાલ હસમુખ મારવાડી પાસે હોઈ પોલોસે આરોપીને પકવાની કવાયત હાથ ધરી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY