ભરૂચના વડાપડા રોડ પર આવેલ કપડાંની દુકાનમાં હાથ ફેરો કરતાં તરસ્કારો.

0
78

ગલ્લામાં રાખેલ વકરાના અંદાજીત ૩૦ થી ૪૦ હજાર મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર..

ભરૂચ શહેરમાં તસ્કરો બેફામ બન્યા…પોલીસના ડર વગર શહેર માં ચોરીઓના બનાવોમાં વધારો થવા પામ્યો છે.

આજ રોજ જુના ભરૂચમાં આવેલ વડાપડા રોડ પર વર્ષોથી ટેલરીંગનું કામ કરતાં ગારમેન્ટ નામની કપડાંની દુકાનમાં ગત રાત્રીના કોઈ પણ સમયે તસ્કરોએ ત્રાટકી ગલ્લામાં રાખેલ દિવસના વકરાના અંદાજીત રૂપિયા ૩૦ થી ૪૦ હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં.
મળતી માહિતી મુજબ ગત રાત્રીના ભરૂચના વડાપડા વિસ્તાર માં પૂજન દિલ્લીવાળા ગારમેન્ટ ટેલર અને કપડાંની દુકાનની દુકાન ધરાવે છે.ત્યારે ગઇરાત્રે દુકાનની બાજુમાં આવેલ ખુલ્લા મકાન માથી ઉપરના ધાબા પર ચઢીને ગારમેન્ટ ટેલરની દુકાનના ઉપર ધાબા પરની જાળીનું તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાં દિવસ દરમ્યાનના વકારાના રોકડાં રૂપિયા ૩૦ થી ૪૦ હજાર ચોરી કરી પલાયન થઈ ગયેલ હતાં. રોજની જેમ સમય મુજબ સવાર માલિક દ્રારા દુકાન ખોલતા અંદર જોતા દુકાનનો ગલ્લો ખુલ્લો હતો.અને આજુ બાજુનો સમાન પણ વેરવિખેર હાલતમાં હોઈ ગલ્લામાં જોતા અંદર મુકેલ રોકડ રૂપિયા ન હોઈ તેમને ચોરી થયાનું માલુમ પડતાં જે અંગેની જાણ ભરૂચ બી.ડીવીઝન પોલીસ મથકે કરતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્રારા ચોરી વાળી જગ્યા પર પહોંચી ફરિયાદ નોંધી વધું તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્યાર બાજુમાં આવેલ બંધ મકાનમાં લુખ્ખા તત્વો દ્રારા ભેગા થઈને દારૂ અને મહેફિલ જમવાય છે જે અંગે જાણ પણ માલિક દ્રારા એ ડિવિઝન પોલીસને કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
રિપોર્ટર પ્રકાશ મેકવાન

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY