ભરૂચ દાદાભાઈ બાગ પાસે વિપક્ષ નગરસેવકો દ્વારા પીવાના પાણીના જગ મુકાયા

0
162

ભરૂચ:
દિવસે દિવસે કાળજાળ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી દૂર દૂરથી ભરૂચ શહેરમાં અભ્યાસ તેમજ કામ અર્થે આવનાર લોકોને પીવાના પાણીની જરૂરત વધી છે. પરંતુ ભરૂચમાં સ્ટેશન સર્કલ પાસે નવરપાલિકા દ્વારા પીવાના પાણીની કોઈ જ સગવડ ઉપલબ્ધ નથી જોકે અગાઉ આજ સ્થળે પાણીની પરબ વર્ષોથી ચાલતી હતી. પરંતુ બાગના નવીનીકરણ દરમિયાન આ પાણીની પરબ બંઘ કરવામાં આવી હતી જે આજ દિન સુધી ફરીથી કાર્યરત ના થતા આખરે આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ દાદાભાઈ બાગ પાસે વિપક્ષ નગર સેવકો દ્વારા પાણીના ૬ જગ મુકવામાં આવ્યા છે. જ્યારે આ કામ ભરૂચ નગરપાલિકાએ કરવાનું હોય છે. પરંતુ વિપક્ષ નગર સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે નગરપાલિકાની સામે એક સવાલ ઉભો કરી રહ્યું છે. જેમાં વિપક્ષના નગર સેવક સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોથીવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો દ્વારા આ પાણીની પરબ કાર્યરત કરવામાં આવી હતી.

જોકે વિપક્ષ નગર સેવક હમેન્દ્ર કોઠીવાલા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાને નગરજનોના સ્વાસ્થ્યની કોઈ પડી હોય એમ લાગતું નથી. એક તો લોકો મચ્છળોથી ત્રાસી ગયા છે. અને જે કામ નગરપાલિકાએ કરવું જોઈએ એ કામ અમારે વિપક્ષે સ્વખર્ચે કરવું પડી રહ્યું છે. જોકે આ પાણીના એક જગ પાછળ રૂ.૩૦ ખર્ચો લાગે છે જેથી ૬ જગ લેખે એક દિવસના રૂ.૧૮૦ થાય છે. અમે નગરપાલિકાને અરજ કરીએ છીએ કે વહેલી તકે દાદાભાઈ બાગ પાસે પીવાના પાણીની પરબ બનાવી આપવી. જેથી પ્રજાએ પીવાના પાણી પાછળ ખોટા ખર્ચ ન કરવા પડે. જો સત્તાના નશામાં ખુરસી પર બેસી રહેલ સત્તા પક્ષ દ્વારા આ પરબ વિષે વિચારવામાં આવ્યું હોતે તો અમારે આ કામ કરવું ના પડતે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY