ભરૂચ,૦૧/૦૩/૨૦૧૮
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારની નજીક આવેલ મારવાડી ટેકરા પાસે અમુક ઈસમો પત્તા પાનાનો જુગાર રમવાની બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસ ને મળતા જુગાર વાળી જગ્યા પર રેડ કરતાં મકબુલ મુસ્તફા દીવાન, મનોજ રામાનંદ ત્યાગી,અહેમદ કરીમ શાહ દીવાન અને ઝાકીર એહમદ શાહ દીવાન જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ જાવા પામ્યા હતાં. પોલીસે તેમની પાસેથી દાવ પર લગાવેલ રૂપિયા ૮૦૦/- તેમજ તેવોની અંગ જડતીમાંથી મળેલ રૂપિયા ૨૩૧૦/- મળી કુલે રૂપિયા ૩૧૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ ભરૂચ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"