ભાવનગર;
સરકારશના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્લેકટરશની અધ્યક્ષતામાં ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.
તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા તા.૨૮/૦૨/૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ભાવનગર એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી, સર-ટી હોસ્પીટલ સહિતના સ્થળ ખાતે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૨૦ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૩૯૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ. વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુ નું વેચાણ/ ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ બીડી, સિગારેટ માં ૮૫% ભાગમાં ‘‘તમાકુ જીવલેણ છે’’ ‘‘તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે.’’ તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.
આ કામગીરીમાં પોલીસ વિભાગના સી.પી.આઇ. એમ.જે. રાઠોડ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ કચેરીના જોષી દેવાંગ, જી.એસ.ટી. વિભાગના રાજુભાઈ વ્યાસ, જિલ્લા શિક્ષણાધીકારી કચેરીના જી. ઓ. ડાભી, ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલના કાઉન્સેલર મમતાબેન કથીરિયા અને હિરેન મિસ્ત્રી દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ. એફ. પટેલે જણાવ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"