સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં ખુલાસો,બાંસગાંવના ભાજપના સાંસદના સંપત્તિમાં પ૬૪૯ ટકાનો વધારો ધારાસભ્યોની સંપત્તિ પાંચ ગણી વધી!!!

0
52

ન્યુ દિલ્હી,તા.૨૬
સરકારના વિકાસ કાર્યો ભલે ગોકળગતિએ ચાલતા હોય પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સાંસદો અને ધારાસભ્યોની મિલકતોમાં પાંચ ગણો વધારો થયો છે. પાંચ વર્ષમાં બીજીવાર ચૂંટાઈ આવેલા ૨૫ સાંસદો અને ૨૫૭ વિધાનસભ્યોની સંપત્તિ પાંચ ગણી વધી ગઈ હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક અરજીમાં આ ખુલાસો થયો છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પોતાની અને પોતાની સંપત્તિના ક્રોતનો ખુલાસો કરવાનું પણ કહ્યું છે. કોર્ટમાં દાખલ થયેલી અરજી પ્રમાણે બાંસગામના ભાજપનાં સાંસદ કમલેશ પાસવાનની મિલકતમાં ૫,૬૪૯ ટકાનો વધારો થયો. તેમની સંપત્તિ ૧૭,૬૮૦૦૦થી વધી ૧૦,૧૬,૪૦ રૂપિયા થઈ ગઈ છે. કેરલના મુસ્લિમ વિગ સાંસદ ઈટી મોહમ્મદ બશીરની સંપત્તિ ૨૦૦૦ ગણી વધી ગઈ છે.
તેમની સંપત્તિ ૬,૦૫,૮૫૫થી વધીને ૧,૩૨,૧૬,૨૫૯ રૂપિયા થઈ ગઈ છે. કોર્ટમાં થયેલી અરજી પ્રમાણે ખાસ વાત એ છે કે, ૨૬ સાંસદોમાંથી ૧૫ સાંસદોની સંપત્તિ પાછલા પાંચ વર્ષમાં પાંચ ગણી વધી ગઈ છે. આ સાંસદો ભાજપના છે. આ અરજી એક એનજીઓ લોક પ્રહરીએ દાખલ કરી છે.
કેટલા સાંસદ વિધાયકોની કેટલી વધી સંપત્તિ
પાંચ વર્ષમાં પ્રજાએ બીજીવાર ભરોસો કરી ચૂંટેલા સાંસદ અને વિધાયકોમાં મહારાષ્ટ્રમાં ૮૪ સાંસદોની સંપત્તિમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે જયારે ૨૩ ટકા સાંસદ ધારાસભ્યની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો છે. તેવી જ રીતે ઉત્તરપ્રદેશમાં ૭૯ સાંસદ ધારાસભ્યની સંપત્તિ ૧૦૦ ટકા વધી છે તો બીજી તરફ ૨૪ ટકા સાંસદ વિધાયકની સંપત્તિમાં પાંચ ગણો વધરો થયો છે. તો ગુજરાતમાં ૬૧ અને ૨૧ ટકાનો વધારો જયારે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ ૫૩ અને ૧૩ તેમજ ૪૮થી ૦૫ની સંપત્તિમાં વધારો થયો છે.
બેહિસાબ વધી સંપત્તિ
પાંચ વર્ષમાં જે સાંસદ–ધારાસભ્યની સંપત્તિમાં વધારો થયો છે તેમાં ખાસ કરીને કર્ણાટકના ચેંગાનુરના કોંગ્રેસના ધારાસભ્ય વિષ્ણુનાથની સંપત્તિ વધી છે. તેમની સંપત્તિ ૫,૬૩૨ રૂપિયાથી વધીને ૨૫,૦૨,૦૦૦ થઈ ગઈ છે. આ ૪૪,૩૨૫ ટકાનો વધારો છે. ઉડિસાના શેરગઢના ભાજપના ધારાસભ્ય બાબુસિંહની સંપત્તિમાં ૩૯,૩૬૭ ટકાનો વધારો થયો છે. આ ૫૦૦૦થી વધી ૩,૭૪,૯૪,૦૦૭ રૂપિયા થઈ ગઈ છે.
વરૂણ અને સદાનદં ગૌડા પણ સામેલ
યુપીના સુલતાનપુરથી ભાજપ સાંસદ વરૂણ ગાંધીનું પણ સંપત્તિ વધારામાં નામ છે. તેમની સંપત્તિમાં ૬૨૫ ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ કર્ણાટકના પૂર્વ સીએમ સદાનદં ગૌડાની સંપત્તિ ૫૮૮ ટકા વધી છે.
સોનિયાની સંપત્તિ ૫૭૩ ટકા વધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સંપત્તિમાં ૫૭૩ ટકાનો વધારો થયો છે. તેમની સંપત્તિ ૧,૩૭,૯૪૭૬૮થી વધી ૯,૨૮,૯૫,૨૮૮ રૂપિયા થઈ ગઈ છે. કેરળના માવેલીકારથી સાંસદ કોડીકુલ્લીલ સુરેશની સંપત્તિ ૭૦૨ ટકાથી વધી ગઈ જે ૧૬,૬૨,૭૪૭થી વધીને ૧,૩૨,૫૧,૩૩૦ રૂપિયા થઈ ગઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY