ભરૂચ ચાવજ રેલ્વે ફાટક નજીક એક યુવક-યુવતીએ ટ્રેન નીચે આપઘાત કરતા ચકચાર મચી.

0
28

ભરૂચના ચાવજ ખાતે આવેલ રેલ્વે ફાટક પાસે યુવક-યવતીએ એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક ની હદમાં આવેલ ચાવજ ગામ ની રેલ્વે ફાટક પાસે આજ રોજ સવારના સમયે એક યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

વધુ માં જાણવા મળ્યા મુજબ યુવક સુરતના વાવ એરિયામાં રહેતા ૨૮ વર્ષીય હરીશ નામ ધરાવતો હોવાનું પ્રાથમિક જાણકારી માં જાણવા મળ્યું છે. તે સુરતમાં એક શાળામાં રમત ગમતનો શિક્ષક હોવાની વિગતો જાણવાં મળી છે તેમજ વાવ કામરેજ વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ હતી.

જ્યારે યુવકની સાથે આપઘાત કરનાર મહિલા કોણ છે…? અને ક્યાં ની છે?? તે હજુ સુધી જાણી શકાયું નથી હાલમાં તો મરનાર યુવતી પણ સુરત તરફની હોવાની જ પ્રાથમિક જાણકારી મળી રહી છે.

સમગ્ર મામલા અંગે પ્રેમ પ્રકરણમાં આ યુવક-યુવતીએ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે ત્યારે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ શુ બહાર આવે તે જોવું રહ્યું. ભરૂચ સી ડિવિઝન પોલીસે મૃતક યુવક અને યુવતીની લાશને પોસ્ટમોર્ટમની કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ભરૂચ રેલ્વે સ્ટેશન પરથી પાર્ક કરેલ યુવક અને યુવતીની ટુ વિલર ગાડીનો કબ્જો મેળવી સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY