કૉલેજ અને યુનિવર્સિટીઝ માં અધ્યાપક બનવા માટે લેવાતી ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ(જીસેટ) પરીક્ષાનું ભુજને કેન્દ્ર મળ્યું.

0
115

ભુજ:જીસેટના ટૂંકા નામે પ્રચલિત ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટમાં ઉમેદવારોની વધતી સંખ્યાના જોતાં હવે રાજ્યમાં ભુજ સહિત નવા પાંચ કેન્દ્રો પર પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જેમાં વલસાડ, વલ્લભવિદ્યાનગર, ગોધરા અને જામનગરનો સમાવેશ થાય છે.

ગત વર્ષે રાજ્યમાં 6 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. હવે આ વર્ષે 11 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.. હવે આ વર્ષે 11 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. જીસેટની પરીક્ષાના આયોજનમાં નોડેલ એજન્સી તરીકે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે. જીસેટના મેમ્બર સેક્રેટરી સી.એન.મૂર્થિના જણાવ્યા અનુસાર ગત વર્ષે 25 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષે 30 સપ્ટેમ્બરે પરીક્ષા યોજાવાની છે અને અત્યારસુધીમાં વેબસાઈટ પર 20 હજાર ઉમેદવારોએ તેમના નામ નોંધાવી દીધા છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉમેદવારોમાં દસ ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ગાઈડલાઈન મુજબ આ વર્ષે પેપર સ્ટાઈલ બદલવામાં આવશે. ભુજને પરીક્ષા કેન્દ્ર મળતાં હવે કચ્છના ઉમેદવારોને બહાર જવાની જરૂર નહીં પડે.

રિપોર્ટર ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY