ભરૂચ ના મંગલ જ્યોત સોસાયટીનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ફરાર

0
174

ભરૂચ:
ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક આવેલ મંગલ જ્યોત સોસાયટીમાં આવેલ મકાન નંબર એ/૪૫ માં રહેતાં યોગેશ પરમાર અને તેમના કુટુંબીજનો સાથે તારીખ ૧૦/૨/૧૮ ના રોજ સાંજના મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયા હતા. અને તારીખ ૧૨/૨/૧૮ ના રોજ પરત આવતાં મકાનનું દરવાજો તૂટેલ જોતાં જ તેમના હોશ ઉડી ગયેલ હતા અને તેમને માલુમ પડ્યું હતું કે મકાન બંધના સમય દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો તેઓનાં મકાનને નિશાન બનાવી મકાનનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરીતસ્કરોએ તિજોરી માંથી સોના ચાંદીનાં દાગીનાં તેમજ રોકડા રૂપિયા દસ હજાર ની ચોરી કરી અંદાજીત 95 હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી અંધારામાં પલાયન થઇ ગયા હતા. આ અંગે યોગેશ પરમાર દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધું તપાસ હાથ ધરી છે.

જોકે હાલમાં ચાલી રહેલ લગ્ન પ્રસંગે બહાર જતાં પરિવારોમાં વધું પડતી થતી ચોરીઓના કારણે ફફડાટ વ્યાપી ગયો છે. અને પોલીસ તંત્ર કડકમાં કડક પેટ્રોલીગ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY