બેંગ્લોર થી પિતૃ તર્પણ ની વિધિ માટે ચાણોદ આવેલા વ્યક્તિ નું નર્મદા નદીમાં ડૂબી જતા મોત

0
816

રાજપીપલા: બેંગ્લોર થી ચાણોદ ખાતે પિતૃ તર્પણ ની વિધિ કરવા પરિવાર સાથે આવેલા પટેલ પરિવાર ના પુત્ર નું નર્મદા નદીમાં ડૂબી જતા મોત થયું છે

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ વડોદરા ના અને કામ અર્થે બેંગ્લોર ખાતે રહેતા પિયુષ નવીનભાઈ પટેલ (23) ગતરોજ ગુરુવારે બેંગ્લોર થી પરિવાર સાથે ચાણોદ ખાતે પિતૃ તર્પણ ની વિધિ કરવા આવ્યા હતા વિધિ પુરી કાર્ય બાદ બપોરે લગભગ 3-15 વાગે એ પોઇચા નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા પરંતુ સ્નાન કરતા કરતા ઊંડા પાણી માં જતા રહેતા તેઓ ડૂબવા લાગ્યા ત્યારે તેમને બુમાબુમ કરી પરંતુ કોઈ મદદે આવે એ પહેલાજ પિયુષભાઇ નું ડૂબી જતા મોત થતા પરિવાર માં શોક ની લાગણી છવાઈ ગઈ હતી આ બાબતે વડોદરા તરસાલી માં રહેતા મહેન્દ્ર ડાહ્યાભાઈ પટેલે રાજપીપલા પોલીસ ને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ ,મો.નં.9408975059

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY