મહા શિવરાત્રી ના પવિત્ર દિવસે ડેડીયાપાડા ના બયડી ગામે અનોખી બીલી મળતા કુતુહલ

0
228

રાજપીપલા:
મહાશિવરાત્રી ના દિવસે હજારો ભક્તો મહાદેવ ને બીલીપત્ર ચઢાવી શિવલિંગ ની પૂજા કરે છે ત્યારે બીલી ના વૃક્ષ પર થી તોડાતી બીલી માં હંમેશા એક દાંડી પર ત્રણ પાંદડા જોવા મળતા હોય છે. પરંતુ ડેડીયાપાડા ના બયડી ગામે રહેતી કુંવારી કન્યા દાનેશ્વરી વસાવા આજે મહાશિવરાત્રી ના પવિત્ર દિને બીલી લેવા ગઈ ત્યારે કુદરતનો કરિશ્મો થયો હોય એમ એક દાંડી પર ત્રણ ના બદલે પાંચ પાન દેખાતા તેને આ બાબતે વધુ શોધખોળ કરતા તેને એક દાંડી પર પાંચ પાન આવી નવ દાંડી મળી આવી હતી. એને આ તમામ દાંડી તોડી મંદિરમાં આવતા લોકો ને આ વાતની જાણ થતા લોકટોળાએ ચમત્કાર ને જોવા દોડી આવ્યા હતા અને આ પવિત્ર દિવસે મહાદેવ નો ચમત્કાર ગણીને મંદિરનાં પ્રાંગણમાં શિવનાદથી ગુંજાવી મુક્યું હતું.
રિપોર્ટર: ભારત શાહ, રાજપીપળા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY