ભરૂચ જિલ્લા કલેકટર દ્રારા સિવિલ સર્જનને વેડફાતા પાણી અંગે આપી નોટિસ….

0
74

ગુજરાતમાં હાલમાં પાણી વિકટ સમસ્યા ચાલી રહી છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી વેડફાટા ભરૂચ જિલ્લા સમાહર્તા સંદીપ સાંગલે દ્રારા સો કોઝ નોટિસ આપવામાં આવી છે.અને જે અંગે દિન ૫ માં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ ગુજરાત અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની દિવસે ને દિવસે સુકાતી જાય છે અને સરદાર સરોવર માં પણ ડેમની સપાટીમાં થઈ રહેલ ઘટાળાના કારણે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે જિલ્લા સમાહર્તા દ્રારા પાણી બચાવો અંગેના એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.પણ ભરૂચ જિલ્લા સિવિલ હોસ્પિટલ પીવાના પાણી વારે ઘડીએ ઉભરાઈ જઈને વેડફાતા અને પાણી છેક રોડ સુધી પહોંચતા જે અંગે આજ રોજ જિલ્લા કલેકટર દ્રારા સિવિલ હોસ્પિટલ ભરૂચના સિવિલ સર્જનને સો કોઝ નોટિસ પાઠવી છે.અને વહેલી તકે વેડફાતું પાણી બંધ કરવા અને દિન પાંચમા જવાબ આપવા જણાવ્યું છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY