નર્મદા  જિલ્લામાં આદિવસીઓ ની જમીનો અંગેની ફરિયાદો ને લઈને આદિવાસી આયોગ તપાસમાં 

0
154

આદિવાસીઓ ની જીવન નિર્વાહની જમીન સરકારે સંપાદન કરી હોય કે કોઈ અન્ય ખેડૂતોએ પચાવી પાડી હોય જેની આયોગ તાપસ કરશે

નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા ના 50 થી વધુ ખેડૂતોની કેન્દ્રીય અ.જા.જ  આયોગ માં ફરિયાદ કરતા સ્થળ તપાસ માટે ટીમ આવી

રાજપીપલા : નર્મદા જિલ્લા માં આદિવાસી ખેડૂત કે જેઓ ખેતી પર નિર્ભર છે તેવા ખેડૂતો પાસેથી કિંમતી જમીનો સરકારે સંપાદન કરી ને કબ્જો કરી લીધો છે છતાં વળતર કોઈ ચુકવ્યું નથી સાથે કેટલાક ખેડૂતો ની જમીનો અન્ય ખેડૂતોએ કબ્જે કરી રાખી છે અને મૂળ ખેડૂતને સોંપવામાં આવતું નથી, ખેડૂતોએ સ્થાનિક તાલુકા મથકે, જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈએ સાંભળ્યું નહીં એટલે આ ખેડૂતોએ કેન્દ્રીય આદિજાતિ આયોગ નો દ્વાર ખખડાવી ન્યાય માંગ્યો ત્યારે કેન્દ્રની દિલ્હી થી આયોગની ટિમો નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવી જેમાં નાંદોદ ના વડિયા, વાવડી, સુંદરપુરા સહીત ડેડીયાપાડા અને સાગબારા ના ગામો ની પણ સ્થળ તપાસ કરી હતી. જેમાં આયોગ દિલ્હીના ડે.સેક્રેટરી જેમ કુટ્ટી, વહીવટી આધિકારી આર.આર.મીના,  સાથે ડિરેક્ટર હર્ષદ વસાવા, સ્થાનિક કક્ષાએ થી પ્રયોજના વહીવટદાર, મામલતદાર, જિલ્લા રજીસ્ટાર સહીત હાજર રહીને ખેતરે ખેતરે આયોગની ટીમો ફરીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું।

આ બાબતે આયોગ દિલ્હીના ડે.સેક્રેટરી જેમ કુટ્ટીએ જણાવ્યું હતું કે  નર્મદા જિલ્લામાંથી અનેક આદિવાસી ખેડૂતોની ફરિયાદ આયોગને મળી હતી જેના આધારે ચેરમેન ની સૂચનાથી અમે વિઝીટ કરી છે, જે જોતા આદિવાસી ખેડૂતોની દયનિય પરિસ્થિતિ છે આ અંગે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી જરૂરી નિર્ણય કરશે પણ એટલું ચોક્કસ છે આદિવાસીઓ સાથે અમે અન્યાય નહિ થવા દઈએ.

રિપોર્ટર-નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY