વ્યાજબી ભાવના દુકાનદારોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટર કચેરીમાં પ્રતીક ધરણાં યોજ્યા..

0
419

ગત દિવસોમાં ભરૂચ જિલ્લામાં અને આખા ગુજરાત રાજ્યમાં પંડિત દિનદયાળ વ્યાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકો એ અચોક્કસ મુદતની હડતાળ પાડી દુકાનો બંધ રાખી હતી વિવિધ માંગણીઓ લઈને ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરેલ કે ગુજરાત સરકાર આવી રીતે બદલાતા નીતિ નિયમો લઈને સંચાલકોને મળતાં કમિશન કરતા દુકાન ભાડું,લાઈટબિલ,તોલમાપ નો ખર્ચ તેમજ અપ્રમાણ સમયનો ભંગ અપાતા સંચાલકો ની હાલત ખૂબ જ દયનિય છે.જોકે પહેલા એક એક દુકાનદાર પાસે વધુ પડતા રેશનિગ કાર્ડ હોઈ સારૂ કમિશન મળી જતા કોઈ પ્રોબ્લેમ નહતો થતો પણ હવે સરકાર દ્રારા ગામે ગામ દુકાનો ચાલુ કરાવી ત્યારથી સંચાકલોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. દુકાનદારોએ અચોક્કસ મુદતની હડતાળ પડ્યા છતાં આજ દિન સુધી સરકાર દ્રારા આ અંગે કોઈ યોગ્ય પગલાં નહીં લેવતાં આજ રોજ ભરૂચ જિલ્લાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીની કમ્પાઉન્ડમાં પ્રતીક ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.અને જો વહેલી તકે ગુજરાત સરકાર દ્વારા માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY