ભરૂચ;
ભરૂચ ના ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ બ્રિજની કામગીરી હાલમાં પુરજોશ માં ચાલી રહી છે ત્યારે આજે સાંજના સમયે નદી માંથી માટી ભરીને બહાર આવી રહેલ એક ડમ્પર ટ્રક ઢાળ ચઢી રહ્યો ત્યાંરે અચાનક કોઈ કારણસર સાઈડ પર પલ્ટી ખાઈ જતાં દોડ ધામ મચી જવા પામી હતી.
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી સ્થાનિકોની મદદ થી અને પોતાની સમય સુચકતા થી ડ્રાયવર સહી સલામત બહાર આવી જતા લોકોએ હાશ કારો અનુભવ્યો હતો.ત્યાર બાદ બે ક્રેનની મદદ થી ડમ્પર ને બહાર કાઢવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર બની રહેલા બ્રિજની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે કારણ કે સમય મર્યાદામાં બ્રિજ પૂર્ણ કરીને આપી દેવાનો હોઈ કોન્ટ્રાક્ટર દ્રારા કોઈ પણ સેફ્ટી વગર કામદારો જોડે કામ લેવડાવવામાં આવે છે જેના કારણે કામદારોમાં પણ કોન્ટ્રાક્ટર પ્રત્યે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.જો કોન્ટ્રાક્ટર દ્રારા પુરી સેફટી સાથે કામ કરાવવામાં નહીં આવે તો મોટી જાન હાનિ થશે તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહશે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



