જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્રારા મહિલાઓ પર થતા અત્યાચાર અંગે આવેદનપત્ર અપાયું

0
63

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્રારા દિન પ્રતિદિન વધી રહેલા અત્યાચાર રોકવા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ અંગે મહિલા કોંગ્રેસ દ્રારા જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે અમદાવાદ સેટલાઈટ વિસ્તારમાં દિલ્લીની નિર્ભયા કાંડ જેવી સામુહિક બળાત્કારની શર્મનાક ઘટના હતી અને આ ચકચારી પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશ્નર જે.કે.ભટ્ટ દ્રારા જે વિવાદિત બયાન આપવામા આવ્યું હતું એ અશોભનીય હતું.જો આવી ઘટનાઓને અધિકારીઓ નજર અંદાઝ કરશે તો બળાત્કાર અને છેડખાની ના બનાવો દિન પ્રતિદિન વધશે અને તે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નહીં રહે અને અસામાજિક તત્વોની હિંમત વધી જશે.

આ સાથે માંગણીઓ પણ કરી હતી કે આવી બનતી ઘટનાઓને રોકવા માટે સઘન ઓપરેશન પણ કરવા જોઈએ અને જ્યાં મહિલાઓની વધુ અવર જવર હોય તેવી જગ્યાઓ પર પોલીસ પેટ્રોલિંગ લુખ્ખા તત્વો અને રોમિયોગીરી કરતા લોકો પર કડક પગલાં લેવા જોઈએ તથા જો કોઈ મહિલા જોડે આવો કોઈ બનાવ બનેતો તેનું માનસિક સંતુલન ધ્યાનમાં રાખી તેણીની પૂછપરછ કરવી જોઈએ અથવા કોઈ સારા કાઉન્સિલર ની વ્યવસ્થા કરી પીડિતાનું નિવેદન લેવું જોઈએની માંગ કરવામાં આવી હતી.

આ આવેદનપત્ર સમયે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ચેતના વસાવા,હંસાબેન.કે.પઢીયાર,મધુબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકર ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY