ભરૂચમાં ગૌરી વ્રત પૂર્ણ થતા ગોરમાંના જવારા નું નર્મદા નદીમાં વિસર્જન કરાયું…

0
66

વરસાદના કારણે કાદવ કીચડના લીધે વિસર્જન કરવા આવતી બાળકીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

ભરૂચ જિલ્લામાં બળાઓ અને કુમારીઓએ પાંચ દિવસ ગૌરી વ્રત કરી ગતરોજ જાગરણ બાદ આજે વહેલી સવારે ગૌરોનું નર્મદા નદીમાં વિસર્જન કર્યુ હતું.

પાંચ દિવસ થી બાળાઓએ પોતાના ઘરે ગૌરો વાવી તેની પૂજા અર્ચના કરી ઉપવાસ કર્યા હતાં જ્યારે કુમારિકાઓએ પણ પાંચ દિવસ વ્રત રાખી પૂજા કરી હતી અને ગતરોજ બળાઓ અને કુમારીકાઓએ આખી રાત જાગી જાગરણ ની ઉજવણી કરી વહેલા પરોઢે ગૌરોનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.વરસાદના લીધે થયેલ કાદવ કીચડના અને નર્મદા નદીમાં પાણી દૂર જતા રહેવાના કારણે વિસર્જન કરવા આવનાર બાળાઓ અને તેમના પરિવાર જનોને ઘણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.જોકે પ્રસાશન આ અંગે પહેલાથી જ વિસર્જન માટે વ્યવસ્થા કરે તેવી પણ લોક માંગ ઉઠવા પામી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY