ભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર કર્યા

0
81
-‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ)’નો રિપોર્ટ

સ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે ભારત, ચીન, પાકિસ્તાને ગયા વર્ષે પોતાના પરમાણુ હથિયોરામાં વૃદ્ધિ કરી છે. પરમાણુ હથિયારો વધારવા ઉપરાંત આ દેશોએ પ્રહાર માટેની સાધન સામગ્રી (મિસાઈલ, વિમાન) વગેરે પણ વિકસાવ્યા છે. વધુમાં તોતીંગ મોટા પરમાણુ બોમ્બ બનાવાને બદલે હવે આ દેશોએ નાના પરમાણુ હથિયારો પર ધ્યાન આપ્યું છે. સ્વીડનની આ સંસ્થા દર વર્ષે દુનિયાભરના પરમાણુ હથિયાર અંગે રિપોર્ટ તૈયાર કરે છે. વર્ષ ૨૦૧૮નો રિપોર્ટ આજે રજૂ થયો હતો. પાકિસ્તાન પાસે વધુ શસ્ત્રો રિપોર્ટ પ્રમાણે  ભારતના પરમાણુ હથિયાર ગયા વર્ષે ૧૨૦થી ૧૩૦ હતા, જે વધીને ૧૩૦થી ૧૪૦ થયા છે. એ રીતે પાકિસ્તાનના હથિયાર વધીને ૧૩૦-૧૪૦થી ૧૪૦-૧૫૦ થયા છે. એટલે કે બન્ને દેશોએ પોતાના પરમાણુ શસ્ત્રોમાં ૧૦-૧૦ બોમ્બનો વધારો કર્યો છે. સંખ્યાની દૃષ્ટિએ પાકિસ્તાન ભારતથી હજુએ આગળ છે. અલબત્ત, માત્ર વધુ પરમાણુ શસ્ત્રો હોવાથી આગળ નીકળી શકાતું નથી. આ બન્ને દેશો હથિયારો ઉપરાંત જળ-જમીન-હવામાંથી પરમાણુ શસ્ત્રોનો પ્રહાર થઈ શકે એવી સિસ્ટમ પણ વિકસાવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન કોઈના પરમાણુ હથિયારો મિસાઈલ સજ્જ એટલે કે પ્રહાર માટે તૈયાર નથી. તેની સામે અમેરિકા-રશિયા જેવા દેશોએ ઘણા શસ્ત્રો હુમલો કરવા માટે તૈયાર રાખ્યા છે. એશિયામાં ભારત-પાકિસ્તાન ઉપરાંત ચીન પાસે પરમાણુ હથિયારો છે. ચીન ચૂપચાપ પોતાનો શસ્ત્રભંડાર આધુનિક બનાવી રહ્યું છે. સાથે સાથે ચીને પણ દસ બોમ્બનો વધારો કર્યો છે. માટે તેની પરમાણુ શસ્ત્ર સંખ્યા ૨૭૦થી વધીને ૨૮૦ થઈ છે. એક વર્ષમાં ૪૭૦ બોમ્બ ઓછા થયા અમેરિકા, રશિયા, યુ.કે., ફ્રાન્સ, ચીન, ઈઝરાયેલ, ભારત, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન એમ નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે. કુલ મળીને જગત પાસે આજની તારીખે ૧૪,૪૬૫ પરમાણુ હથિયાર છે. ગયા વર્ષે આ સંખ્યા ૧૪,૯૩૫ હતી. એટલે કે એક વર્ષમાં દુનિયા પરથી ૪૭૦ પરમાણુ બોમ્બ ઓછા થયા છે. વર્તમાન સ્ટોકમાંથી ૯૨ ટકા સ્ટોક અમેરિકા-રશિયા પાસે છે. આ બન્ને દેશો પોતાનો પરમાણુ સ્ટોક ઘટાડી રહ્યા છે, છતાં પણ પરમાણુ જગતમાં તેમનો દબદબો છે. ઉત્તર કોરિયા પાસે ૧૦થી ૨૦ પરમાણુ હથિયાર છે. પરંતુ હવે લેટેસ્ટ ડેવલપમેન્ટ પ્રમાણે ઉત્તર કોરિયા પોતાના શસ્ત્રોનો નાશ કરવા જઈ રહ્યું છે. અમેરિકા-રશિયાનું મોર્ડનાઈઝેશન અમેરિકા પાસે ગયા વર્ષે ૬૮૦૦ પરમાણુ હથિયારો હતા જે ઘટીને ૬૪૮૦ થયા છે. રશિયાએ પોતાના સ્ટોકને ૭૦૦૦થી ઘટાડીને ૬૮૫૦ કર્યો છે. એટલે કે આજે પણ સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમેરિકા નહીં, રશિયા પાસે છે. સિપ્રીના ચેરમેને કહ્યુ હતુ કે કોઈ પણ દેશ પરમાણુ હથિયારોનો સ્ટોક વધારે એ વિશ્વશાંતિ માટે ખતરનાક છે. બધા દેશોએ મળીને વિશ્વને પરમાણુ મુક્ત કરવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. રશિયા-અમેરિકા પોતાનો હયાત સ્ટોક ઓછો કરી રહ્યા છે સાથે સાથે પરમાણુ શસ્ત્રોનું આધુનિકીકરણ પણ કરી રહ્યા છે. એટલે કે સમય પ્રમાણે તેના હથિયાર અપડેટ થઈ રહ્યા છે. પાકિસ્તાનની ગરબડભરી નીતિ ભારતે પહેલેથી જ નો ફર્સ્ટ યુઝ નીતિ સ્પષ્ટ રાખી છે. એટલે કે કોઈ સંજોગોમાં ભારત પહેલા પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. ધારો કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો પણ ભારત પાકિસ્તાન પ્રહાર કરે પછી જ પરમાણુ શસ્ત્ર વાપરવા અંગે વિચાર કરશે. કેમ કે ભારત મૂળભૂત રીતે શાંતિવાદી નીતિ ધરાવે છે. તેની સામે પાકિસ્તાને આવી કોઈ નીતિ અપનાવી નથી. ઉલટાની પાકિસ્તાની પરમાણુ નીતિ અનેક ગરબડોથી ભરેલી છે. પાકિસ્તાન મોટે ભાગે પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ ભારતને ઉકસાવવા માટે કરે છે. વિશ્વનો લશ્કરી ખર્ચ ૧૭૩૯ અબજ ડૉલર દુનિયાભરનો લશ્કરી ખર્ચ સતત વધી રહ્યો છે. કૉલ્ડ વૉર પછી ૨૦૧૭નું વર્ષ એવુ હતુ જ્યારે સૌથી વધુ લશ્કરી ખર્ચ થયો હતો. આ વર્ષે દુનિયાભરમાં ૧૭૩૯ અબજ ડૉલરનો ખર્ચ ડિફેન્સ પાછળ થયો હતો. એટલે કે પૃથ્વી પરના દરેક વ્યક્તિના ભાગે ૨૩૦ ડૉલરનો ખર્ચ લશ્કરી ખર્ચ તરીકે આવ્યો હતો. આગલા વર્ષે આ આંકડો ૨૨૭ ડૉલર હતો. આખી દુનિયામાં સૌથી વધુ લશ્કરી ખર્ચ હજુ પણ અમેરિકા જ કરે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY