બિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૂ. આઠ હજારમાં વેચી દીધી હતી

0
13
SITએ તમામ ઉત્તરવહીઓ ભંગારના વેપારી પાસેથી કબજે કરી તેની ધરપકડ કરી

બિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને શોધવામાં SITને મોટી સફળતા મળી હતી. SITએ આજે ભંગારના એક વેપારી અને તેના સાથીની ધરપકડ કરી હતી. તેમણે પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે એસ.એમ. ગર્લ્સ ઇન્ટર કોલેજના જે સ્ટ્રોંગરૃમમાંથી ઉત્તરવહીઓ ગાયબ થઇ હતી તેને એ જ કોલેજના પટાવાળાએ તેમને રૃપિયા આઠ હજારમાં વેચી હતી. ૪૨૦૦૦ ઉત્તરવહીઓને શોધવા માટે SITએ આજે ગોપાલગંજમાં આવેલી આ કોલેજની ફરી એકવાર મુલાકાત લઇ અનેક જગ્યાએ જઇ તપાસ કરી તો તેમને ૨૦૦ પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ મળી હતી. આ એજ થેલીઓ હતી જેમાં ઉત્તરવહીઓ મૂકવામાં આવી હતી. ત્યાર પછી ટીમે ફરી એકવાર પટાવાળાની પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને કહ્યું હતું કે તેણે એક ભંગારના વેપારીને ઉત્તરવહીઓ આપી હતી. ત્યાર પછી SITએ પપ્પુ ગુપ્તા નામના ભંગારના વેપારીની પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે કોલેજના પટાવાળા પાસેથી આ ઉત્તરવહીઓ ખરીદી હતી. ગુપ્તાની સાથે સાથે એક ઓટો ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી હતી જેણે આ ઉત્તરવહીઓ કોલેજમાંથી ગુપ્તાની દુકાને પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦ જૂને બિહાર બોર્ડના ધોરણ દસના પરિણામો જાહેર થવાના હતા, પરંતુ તેની ૨૪ કલાક પહેલાં જ મૂલ્યાંકન કરેલી ૪૨૦૦૦ ઉત્તરવહીઓ ગાયબ થઇ જતાં હોબાળો થયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY