પરપ્રાંતિયો પર થતા હુમલા વચ્ચે આજે ભાજપ અધ્યક્ષ શાહ ગુજરાત આવશે

0
10

અમદાવાદ,તા.૧૦
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ દરવર્ષે નવરાત્રી દરમિયાન બીજા નોરતાએ પોતાના પૈતૃક ગામ માણસામાં સ્થાનિક મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તેમના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તાજેતરમાં ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલા અને તેના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરશે.
ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહેલા અમિત શાહ આ મામલે પ્રદેશ ભાજપના પદાધિકારીઓ તેમ જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ સાથે અલગથી બેઠક કરીને પરપ્રાંતીયોની હિજરતને રોકવા માટે કોઈ એક્શન પ્લાન તૈયાર કરશે એવું ભાજપના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપનું હાઈકમાન્ડ ગુજરાતમાં બનેલી ઘટનાઓથી એટલા માટે નારાજ છે કે, નવેમ્બરના અંતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યારે ભાજપના મોડલ સ્ટેટમાં વર્ગવિગ્રહ, જાતિવાદની ઘટનાઓ પછી પ્રાંતવાદની ઘટનાથી ભાજપને રાષ્ટ્રીય સ્તરે ભીંસમાં મૂકાવુ પડ્યું છે. આ સંજાગોમાં ડેમેજ કંટ્રોલના ભાગરૂપે રાજ્યમાં પરપ્રાંતીયો પર હુમલા અટકાવવા માટે કવાયત હાથ ધરાઈ હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY