આજ રોજ સવારના ભરૂચ નેશનલ હાઈવે નંબર ૮ પર એક આઈસર ટેમ્પો પલ્ટી ખાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતાં.
મળતી માહિતી મુજબ ભરૂચના નેશનલ હાઈવે નંબર ૮ પર થી પસાર થઈ રહેલ એક આઈસર ટેમ્પો નંબર જીજે-૧૮- ટી-૯૫૪૭ કે જે નવી મોટર સાયકલ ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન સરદાર બ્રિજ ઉપર ટેમ્પાનું પાછળનું ભાગે એક્સલ સાથે બંનેવ ટાયર છૂટું પડી જતા આઈસર ટેમ્પો રોડ વચ્ચે પલ્ટી ખાઈ ગયો હતો.ટેમ્પામાં ભરેલ નવી મોટર સાયકલ પણ રોડ પર પડી હતી.અકસ્માત ના કારણે રસ્તો બંધ થઈ જતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.અકસ્માત અંગેની જાણ ભરૂચ સી ડીવિઝન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્રારા ટેમ્પાને સાઈડ પર લેવડાવી ટ્રાફિક રાબેતા મુજબ ચાલું કરાવ્યો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"