ભરૂચ ના ગોરી યુસુફ હુસેનનું લંડન-ઈંગ્લેન્ડ ખાતે નહેરૂ સેન્ટર, હાઈકમિશન ઓફ ઈન્ડિયા (ભારતીય દૂતાવાસ) તરફ થી ઈસ્લામિક કેલીગ્રાફી આર્ટ એક્ઝિબિશન આગામી તારીખ ૯/૭/૧૮ થી ૧૩/૭/૧૮ સુધી યોજવામાં આવનાર છે.
ગોરી યુસુફ હુસેન પોતાની આર્ટ ગેલેરીમાં તૈયાર કરેલ ૨૬ કૃતિઓ સાથે જવાના છે અને આ બધી કૃતિઓ આગવી પ્રતિભા ધરાવે છે.તેવો જણાવે છે કે એક્ઝિબિશનમાં જે કૃતિઓની રજુઆત થશે તે અત્યંત જૂનાં દસ્તાવેજોને આધારે અને પ્રાચીન પદ્ધતિથી બનાવેલ કાગળ અને કલરનો એક આર્ટ અને કેલિગ્રાફીના માધ્યમ થી ભારતીય કાળાને દર્શાવવામાં આવશે જે અત્યંત જરૂરી છે.આજના સમાજ માટે જે કૃતિઓની રજૂઆત થશે તે પવિત્ર કુરઆનની આયાતોની રજૂઆત કરવામાં આવશે તે એક શાંતિ અને સમૃધ્ધિનો સંદેશ આપી જાય છે.
વિશેષમાં તેવોએ જણાવેલ કે લંડન ખાતે યોજાનાર એક્ઝિબિશનમાં બ્રિટિશ મ્યુઝિયમ,શો.આ.સ યુનિવર્સિટી, પ્રિન્સ આર્ટસ કોલેજ તથા વિવિધ દેશના દૂતાવાસો આ યોજાનાર એક્ઝિબિશનની મુલાકાત લેનાર છે જે આપણાં ભારત ,ગુજરાત અને ભરૂચ જિલ્લા માટે ગર્વની વાત છે.
ગોરી યુસુફ હુસેન દ્રારા આગામી ઓક્ટોબર-૨૦૧૮ દરમ્યાન જયપુર ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ આર્ટ એન્ડ એક્ઝિબિશનમાં આવનાર ૨૪ થી વધુ દેશો તથા ભારતના આર્ટીસ્ટોનું પ્રતિનિધિત્વ ગોરી યુસુફ હુસેન કરનાર છે.એક સાથે ૨૪ થી વધુ દેશોના કેલીગ્રાફી આર્ટીસ્ટોનું એક સાથે ભેગા થવું એ એક અદભુત ક્ષણ હશે તેવું ગોરી યુસુફ હુસેને એક મુલાકાતમાં જણાવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશમેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






