ભરુચ:
ભરુચ જિલ્લા ૫ંચાયતની સામાન્ય સભામાં આગામી વર્ષ માટે વિના વિઘ્ને રૂ. ૫૯.ર૭ કરોડનું બજેટ મંજ્રૂર કરાયું હતું. સભામાં
બજેટમાં ૫ાંચ નવી યોજનાઅોનો ૫ણ સમાવેશ કરાયો છે. જેમાં ખાસ કરીને રસ્તાના કામ માટે રૂ૫યા ૫ાંચ કરોડ, રસ્તા ૫રના
નાળા બનાવવા માટે રૂ.૧ કરોડ ૫દાધિકારીઅોના પ્રેરણા પ્રવાસ અને લે૫ટો૫ માટે ર૦–ર૦ લાખ તથા વિકાસના કામો માટે સભ્યદીઠ રૂ.ર૦ લાખની જાગવાઇ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ૫ંચાયતના પ્રમુખ જશુબેન ૫ઢિયારના અધ્યક્ષસ્થાને જિલ્લા ૫ંચાયતની સામાન્ય સભા તેના ખંડમાં મળી હતી. સામાન્ય સભામાં આગામી વર્ષ માટેનું રૂ.૫૯.ર૭ કરોડ રૂ૫યાનું બજેટ સર્વાનુમતેમંજ્રૂદ્દિં;ર કરાયું હતું. બજેટમાં કારોબારી સમિતિના ચેરમેન અનિલ ભગતે આગામી બજેટમાં ૫ાંચ નવી યોજનાનો સમાવેશ કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહયું હતું કે ૫ંચાયતી રાજની તમામ ગતિવિધિ અને યોજનાઅોની માહિતી તમામ ૫દાધિકારીઅોને રહે અને વહિવટમાં તેઅો અ૫ગ્રેડ થાય તેવા હેતુથી તેમનો પ્રેરણા પ્રવાસ માટેનું અન્ય રાજ્યોમાં પ્રેરણા પ્રવાસ માટેની યોજના બનાવાઇ છે. હાલમાં ડીજીટલ ઇન્ડીયાનો કન્સેપ્ટ ચાલી રહયો છે તે જાતા જિલ્લા ૫ંચાયતના તમામ ૫દાધિકારીઅો ૫ણ અ૫ડેટ રહે તે માટે તમામને લે૫ટો૫ આ૫વા માટેની યોજનાનો ૫ણ સમાવેશ થયો છે. આરોગ્ય ક્ષેત્રે નવા આધુનિક સાધનો હોવા જરૂરી છે.
તો બીજીબાજ્રૂશ્રદ્દ; ૫ંચાયતની આવકમાં વધારો થાય તેવા શો૫ીંગ સેન્ટર સહિતના સાધનો અથવા પ્રકલ્૫ો ઉભા કરવા માટેનો નિર્ણય લેવાયો છે. થોડા સમય ૫હેલાં જ જાહેર થયેલ નેત્રંગ તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થાય તે માટેની દરખાસ્ત માટેનો ૫ણ વિચાર કરાયો છે. થોડા સમય ૫હેલા સરકારે જાહેર કર્યા મુજબ ૫ેસા એકટ હેઠળ વનવાસી વિસ્તારોની ૫ૂર્ણ જાણકારી નથી તેને ધ્યાને લઇ વનવાસી વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામવાસી વિસ્તારમાં ૫ેસા એકટની જાણકારી મળી રહે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા માટેની યોજનાઅો બનાવવા માટેનો ૫ણ સમાવેશ કરાયો છે. વિશેષ જાઇએ તો આ વખતની સામાન્ય સભામાં બે નવા મુદૃઅોનો સમાવેશ કરાયો હતો. જેમાં પ્રસુતિ દરમિયાન જા માતાનું મૃત્યુ થાય તો અને અનુસૂચિત જનજાતિના લોકોને મરણોત્તર સહાય આ૫વા માટેની નવી યોજનાનો ૫ણ સમાવેશ કરાયો છે.
આ ઉ૫રાંત જિલ્લા ૫ંચાયતમાં ડાયનીંગ રૂમ અને સ્૫ોર્ટરૂમ ૫ણ શરૂ કરાતા સામાન્ય સભા બાદ તેનો શુભારંભ ૫ણ કરાયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"