ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાદ ગામમાં ગતરોજ સાંજના ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરને મળેલ બાતમીના આધારે અમુક ઈસમો જુગાર રમતા હોઈ જુગાર વાળી જગ્યા પર પોલીસે રેડ કરતાં પોલીસને જોઈને જુગારીઓમાં નાસ ભાગ મચી હતી.પોલીસે આરોપી (૧) સુંદર ડાહ્યા વસાવા, રહે ઝનોર,ટાંકી ફળિયું, (૨)સોમા ભગવાન માછી,ઝનોર હનુમાન ફળિયું,પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતાં. જ્યારે બીજા અન્ય (૩) પિન્ટો ફતેસંગ સોલંકી રહે, નાદ ગામ.(૪) સાદિક એહમદ પટેલ,રહે ,ટાંકી ફળિયું,(૫) રાકેશ માનસંગ માછી,રહે ઝનોર હનુમાન ફળિયુંનાઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયેલ હતાં.પોલીસે જુગારમાં દાવ પર લાગેલ રૂપિયા ૨૫૫૦/- અંગ ઝડતીમાંથી મળેલ રૂપિયા ૨૩૦૦/- મોબાઈલ નંગ ૧ કિંમત રૂપિયા ૩૦૦૦/- તથા રીક્ષા કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મળીને કુલે ૩૭,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.પોલીસ દ્રારા સતત જુગાર અને દારૂની રેડ કરવામાં આવતાં ગુનેગારો અને બે નંબર ના ધંધા વાળાઓમાં ફફડાટ ફેલાઈ જાવા પામ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"