નર્મદા જિલ્લામા ફેર પ્રાઈઝ ડીલરો ની પડતર માંગણી કરતા 200 ડીલરો ની હડતાલ

0
650

નર્મદા જિલ્લા ના 5 તાલુકા ની 221 જેવી ફેર પ્રાઈઝ દુકાનો ના સનચાલકો હડતાલ માં જોડાતા રેશનકાર્ડ પર નભતા ગરીબ પરિવારો ને અનાજ કેોસીન વગર ફાંફા, ભૂખે મરવાની નોબત

એસોસીએસન ની માંગ મુજબ સરકાર દ્વારા મુકાયેલ આધાર સોફ્ટવેર ની અમલવારી ખામી ભરેલી હોય જે સરળ બનવે તેમજ ડીલરોના કમિશન માં અન્ય રાજ્યો એ કરેલા વધારા મુજબ વધારો કરે પરંતુ ઘણા દિવસો બાદ પણ માંગ ન સ્વીકારતા આજથી અચોક્કશ મુદતની હડતાલ

સમગ્ર ગુજરાત માં ફેર પ્રાઈઝ શોપ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસીએસન દ્વારા સરકાર પાસે રજુ કરાયેલી કેટલીક ાંગણીઓ ો કોઈ ંતોષકારક જવાબ ન મળતા આજ થી ગુજરાત ની સાથે સાથે નર્મદા જિલ્લા ફેર ાઈઝ ડીલરો પણ આ હડતાલ માં જોડાતાં નર્મદા જિા ના 5 તાલુકાની 221 દુકાનો ના સંચાલકો એ સરાર સામે બાઇ ચઢાવતા અચોક્કશ મુદત ની હડતાલ નું બ્યુગલ વગાડી તમામ 5 તાલુકાના મામલતદારો ને એક આવેદનપત્ર આપી હડતાલ નું એલાન કર્યું છે ત્યારે સરકાર ની નીતિ સામે વિરોધ કરતા આ ડીલરો સામી હોળી એજ અચાનક હડતાલ કરતા નર્મદા જિલ્લા ની આદિવાસી પ્રજા કે જે હોળી ને દિવાળી ની જેમ મોટા સ્વરૂપે ગણે છે તે તેહવારમાંજ રેશનકાર્ડ પર મળતું અનાજ અને કેરોસીન જો નહિ મળે તો રેશનકાર્ડ પરજ ગુજરાન ચલાવતા કેટલાય પરિવારો ની હોળી બગડશે તેમ જાણવા મળ્યું છે આમ તો સરકારે તમામ બાબત ઓનલાઇન કરતા આ ધંધા સાથે સંકળાયેલા ડીલરો ને હવે ખાશ કઈ અવાક નથી માટે કમિશન માં વધારા જેવી માંગ પર સરકારે ઢીલ મૂકી આ આંદોલન નો અંત લાવવા પ્રયાશ કરવા જોઈએ તેમ ચર્ચાઇ રહ્યું છે .ત્યારે જોવું રહ્યું કે સરકાર આ હડતાલ સમેટવા શું પગલાં લે છે .

ગુજરાત ફેર પ્રાઈઝ અસોસિએશન ના પ્રમુખ પદે ખુદ પી.એમ. નરેન્દ્ર મોદી ના ભાઈ પ્રહલાદ મોદી મેદાને

જાણવા મળ્યા મુજબ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસીએસન ના પ્રમુખ પ્રહલાદ મોદી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ છે ત્યારે એ પોતે આખા ગુજરાત માં સરકાર સામે ન્યાય માટે લડત કરી ફેર પ્રાઈઝ ના દીકરો ને ન્યાય અપાવવા જંગે ચડ્યા છે ત્યારે સરકાર આ માટે ક્યારે અને કેવો નિર્ણય લેશે એ જોવું રહ્યું .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY