ભરૂચ એલસીબી પોલીસે ચોરી ની મોટરસાયકલ સાથે ઉઠાવગીર ઝડપી પાડ્યો

0
167

ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા મિલકત અને વાહન ચોરી ના ગુન્હા શોધવાની મળેલ સૂચના મુજબ ભરૂચ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા ભરૂચ એલસીબી ખાનગી વાહનમાં પેટ્રોલીગ કરી રહી હતી ત્યારે જંબુસર બાયપાસ ઉપર બાતમી નાં આધારે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમ્યાન બાતમી વાળી મોટરસાયકલ હીરોહોન્ડા સ્પ્લેન્ડર નંબર ૫૮૯૬ આવતા ચાલક ને ઉભો રાખી મોટરસાયકલ ચાલક યુસુફ મુસા મતાદાર ની સઘન પૂછપરછ કરતા પોલીસને સંતોષ કારક જવાબ ન મળતા વાહન નો ચેચીસ નંબર ચેક કરતા તે મોટરસાયકલ નો નંબર જીજે.૦૬.ડીકે.૧૦૩૮ હતો સદર ગાડી વર્ષ ૨૦૧૫ માં વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાંથી ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી યુસુફ મુસાની અટક કરી આગળની તપાસ ભરૂચ બી. ડીવી.દ્વારાહાથ ધરાઇ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY