લઘુશંકા ના બહાને આરોપી ફરાર

0
197

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી લઘુશંકા કરવા જવાના બહાના હેઠળ લોકપમાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ના જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હા રજીસ્ટર નંબર i-૩૮/૧૮ આઈ.પી.સી કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ ના કામનો આરોપી શિવમ વિનોદ પાંડે ઉમર વર્ષ ૨૦ રહે,મંગલદીપ સોસાયટી, મીરાનગર સામેનો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં લોકઅપમાં હોઈ લઘુશંકા જવાના બહાના હેઠળ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.આ બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ફરાર થઈ ગયેલ આરોપી શિવમ પાંડેને પકડી પાડવાના ચક્રો કર્યા ગતિમાન કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY