ભરૂચ:
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ દ્રારા શહેર અને જિલ્લામાં થઈ રહેલ ચોરી તથા લૂંટ અને મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે મળેલ સૂચના અને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલ તરડે ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પી.એસ.આઈ એ.એસ. ચૌહાણ અને પી.એસ.આઈ વાય.જી.ઈસરાણી તેમજ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન બાતમીદાર થી બાતમી મળેલ કે દહેજ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ૬/૩/૧૮ ના રોજ મોબાઈલ સ્નેચિંગ નો ગુનો બનેલ હતો.જે મોબાઈલ ભરૂચમાં આવેલ ગોલ્ડન કોમ્પકેક્ષ ભારતી હોટલની બાજુમાં આવેલ એચ. પી.મોબાઈલ નામની દુકાન નંબર ૪૬ દુકાન માકીલ હસન મુબારક મુસા પટેલ,રહે,૫૩/૧ સંતોષી વસાહત,સબજેલ પાસે નાઓએ લીધેલ છે.જે અંગેની તપાસ કરતાં તેની પાસેથી દહેજ માંથી ચોરાએલ ઓપો કંપનીનો મોડલ નંબર ૩ કિંમત રૂપિયા૧૫૦૦૦/-મળી આવેલ જ્યારે તેની પાસેથી પુરાવા વગરના બીજા અન્ય ૧૧ મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા ૫૧૦૦૦/-ના કબ્જે કરી હશન પટેલની ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી આ મોબાઈલ કોની પાસેથી વેચાણ લીધેલ અને આવા બીજા કેટલાં ચોરીના મોબાઈલ વેચાણ આપીયા છે…?? તે અંગે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપસ ચલાવી રહી છે.અવાર નવાર મોબાઈલના દુકાનદારો પર પડતી રેડો થી ગુના ખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"