સુરત,બુધવાર:- રાજય સરકાર દ્વારા લધુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૧૮-૧૯ અંતર્ગત ઘઉંની ખરીદી આગામી તા.૧૫/૩/૨૦૧૮ થી તા.૩૧/૫/૨૦૧૮ દરમિયાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ૨૦૩ જેટલા ખરીદ કેન્દ્રો/ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં માટે રૂા.૧૭૩૫ પ્રતિ, કિવન્ટલ નિયત કરવામાં આવ્યા છે. લધુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી http://pds.gujarat.gov.in ઉપર કરાવવા નિગમની જિલ્લા કચેરી સુરત-નિગમના સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રોનો સંપર્ક સાધવા સુરત જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે..
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"