ભર બપોરના બંધ મકાનમાં હાથ ફેરો કરતાં તસ્કરો.

0
399

સોના ના દાગીના અને રોકડા રૂપિયા સહિત અંદાજીત હજારોની મત્તાની ચોરી.

આજ રોજ ભર બપોરના ભરૂચના અયોધ્યા નગરમાં બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરી તોડી તેમાં મુકેલ સોનાની ચીજ વસ્તુઓ સહિત રોકડા રૂપિયા મળી હજારો ની ચોરી કરી પલાયન થઈ ગયેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના અયોધ્યા નગરના મકાન નંબર ૩૧૩૦ માં રહેતાં જસવંત મંગળ વાળંદ કે જેવો મોઢેશ્વરી શોપિંગ માં હેર કટિંગની દુકાન ચલાવે છે તે આજ રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં મકાન માલિકના પત્ની ઘરે તાળું મારી દુકાન પર ગયેલ તે સમય દરમ્યાન બપોરના ૧૨:૩૦ થી ૪:૦૦ વાગ્યાના અરસામાં તસ્કરોએ ઘરના દરવાજા પર મારેલ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં રાખેલ તિજોરી તોડી અંદર મુકેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયા ૨૦,૦૦૦ હજાર મળીને કુલે ૮૩,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ભર બપોરના પલાયન થઈ ગયા હતાં.જ્યારે ૪ વગ્યાના સમયે મકાન માલિક ઘરે આવતાં ઘરનો દરવાજો ખુલ્લો હોઈ તાળું નહીં દેખતાં પ્રથમ દ્રષ્ટિએ ચોરી થઈ હોવાનું માલુમ પડેલ ત્યાર બાદ ઘરની અંદર જઈને જોતા અંદરના રૂમની તિજોરી તૂટેલી અને ખુલ્લી હાલતમાં અને બધો સામાન વેર વિખેર હાલતમાં હોઈ ચોરી થઈ હોવાની ખાત્રી થતાં જે અંગેની જાણ જસવંત વાળંદ દ્રારા ભરૂચ એ ડિવિઝન પોલીસને કરતાં પોલીસે ચોરી વાળી જગ્યા પર પહોંચી ફરિયાદીની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
ભર બપોરના થયેલ ચોરીના લીધે આજુ બાજુમાં રહેતા સ્થાનિકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
રિપોર્ટર પ્રકાશ મેકવાન

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY