ભરૂચમાં ખુલ્લી ડીપીમાં વીજ કરંટ લાગતાં બાળક ગંભીર રીતે દાઝી જતા શહેરભર માં રોષ વ્યાપ્યો

0
47

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી બંગ્લોઝમાં ક્રિકેટ રમતા એક બાળક બોલ ખુલ્લી ડી.પી તરફ લેવા જતાં વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે.

ભરૂચ શહેરમાં ગુજરાત વિદ્યુત બોર્ડની બેદરકારીના પગલે એક માસુમને જીવન મરણ વચ્ચે ઝોલા ખાવાનો વારો આવ્યો છે જેના પગલે સ્થાનિકો માં જી.ઈ.બી વિરૂધ્ધ રોષ વ્યાપી જવા પામ્યો છે.

ભરૂચ શહેરમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી બંગ્લોઝ ખાતે રહેતા વિપુલ કાંતી પટેલનો ૧૫ વર્ષીય પુત્ર યશ ગત રોજ તારીખ ૨જી મેની સવારે મિત્રો સાથે પોતાની સોસાયટીમાં ક્રિકેટ રમતો હતો. તે દરમિયાન ૧૧.૩૦ કલાકની આસપાસ ક્રિકેટ રમતાં બોલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેલી જીઈબીની ખુલ્લી ડી.પીમાં પડતા યશ તે લેવા જતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.યશને વીજ કરંટ લાગતાં સાથે રમતાં અન્ય બાળકોએ બુમાબુમ કરી મૂકી હતી.

વીજ કરંટના લાગવાના કારણે યશ આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેના પિતા વિપુલ પટેલ દ્રારા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યો હતો. જયાં તેની હાલત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ અંગે જી.ઇ.બીની બેદરકારી જવાબદાર હોઇ રાજલક્ષ્મી બંગ્લોઝ તેમજ આસપાસની સોસાયટી સહીતના લોકોમાં જી.ઈ.બી સામે રોષ વ્યાપી જવા પામ્યો છે.

આ પગલે સ્થાનિક લોકો દ્વારા જી.ઇ.બી તાત્કાલીક ધોરણે તમામ ખુલ્લી ડી.પી તેમજ વાયરોનું સમારકામ સત્વરે હાથધરે તેવી માંગ કરી રહ્યા છે. આ ઘટના અંગે વિપુલભાઇ પટેલે ભરૂચ સી ડીવઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY