ભરૂચ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજયકક્ષાની ભવ્ય ઉજવણી થશે

0
75

કલેકટર રવિ કુમાર અરોરાના અધ્યસક્ષસ્થા.ને પત્રકાર પરિષદ યોજાઇ :

ગુજરાતની ગરિમાને ઉજાગર કરતા પર્વમાં ભરૂચ જિલ્લાની જનતાને ભાગીદાર બનવા કલેકટરની અપીલ

૨૨ જેટલા થીમ સાથે વિવિધ વિભાગો ધ્વા રા અલગ-અલગ કાર્યક્રમો યોજાશે

ભરૂચઃ
ગુજરાતની અસ્‍મિતાને ઉજાગર કરતા ૫૮ માં ગુજરાત ગૌરવ દિવસ રાજ્યેકક્ષાની લોકભાગીદારી સાથે ભરૂચ આંગણે ભવ્યર ઉજવણી કરવાનો રાજય સરકારને નિર્ણય કર્યો હોવાનું કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું છે. ૧ લી મે ના રોજ યુવા સંમેલન, સાહિત્યી સંમેલન, પોલીસ પરેડ સાથે ગૌરવયાત્રા સહિત ભરૂચની વિરાસતને ઉજાગર કરતો ભવ્યર સાંસ્કૃાતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યાપાલશ્રી તથા મુખ્યરમંત્રી, મંત્રીઓ સહિત મહાનુભાવો હાજરી આપશે. કલેકટરએ ગુજરાતના ગૌરવ સમા આ ઉત્સ વમાં ભાગીદાર બનાવા ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરી છે.
કલેકટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં જુદા જુદા ૨૨ થીમ ઉપર વિવિધ કાર્યક્રમો યોજાશે. ભરૂચ એક પ્રાચીન તીર્થ છે. લોકભાગીદાર વડે ભરૂચ અને ગુજરાતની વિરાસતને ઉજાગર કરવાનો અવસરે છે. સૌના સાથ અને સહકાર વડે સફળ બનાવવા તંત્રના પ્રયાસ રહેશે. જિલ્લાના વિવિધ સ્થરળોએ મંત્રીઓ, મહાનુભાવોની ઉપસ્થિેતિમાં વિકાસકામોના ખાતમુર્હૂત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં સફાઇ ઝુંબેશ પણ થશે. ભરૂચના હાર્દસમુ માતરીયા તળાવ રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સુપેરે પાર પડે તે માટે કલેકટર દ્વારા વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ દિવસો ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યોુ છે. તા.૧૧/૪/૧૮ ના રોજ નેતૃત્વબ દિવસ ઉજવણી થશે. તા.૧૨ મીએ વિવિધ શાળા/આંગણવાડીના બાળકોને તિથીભોજન કરાવવામાં આવશે. તા.૧૩ મીએ આદિવાસી ગરીમા દિવસ અને રોજગાર દિવસ તરીકે ઉજવણી થશે. તા.૧૪ મીએ ર્ડા.બાબા આંબેડકર દિવસ સહિત વિવિધ દિવસોની ઉજવણી થશે.
પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, નિવાસી અધિક કલેક્ટીર સી.બી.બલાત, નાયબ માહિતી નિયામક બી.સી.વસાવા અને પ્રિન્ટર તથા ઇલેકટ્રોનિક મિડીયાના મીડીયાકર્મીઓ ઉપસ્થિાત રહ્યાિ હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY