રાજકોટ મનપા ઉદ્યોગ, બિલ્ડર અને ખેડૂતોને વેચાણથી પાણી આપશે..!!

0
16

રાજકોટ,
તા.૧૦/૪/૨૦૧૮

૧૦૦૦ લિટર પાણીના રૂ.૧૩ લેખે ચાર્જ લેવામાં આવશે

શહેરમાંથી નીકળતું ગંદું પાણી શુદ્ધ કરી આજી-૨ ડેમમાં ઠાલવવામાં આવતું હતું. આ પાણી ખેડૂતોને પ્રતિ હેક્ટરે ૩૪૩ના ભાવે પિયતમાં સિંચાઇ વિભાગ આપતું હતું, પરંતુ હવે મનપાએ આ પાણી ઉદ્યેગ, બિલ્ડર અને ખેડૂતોને વેચાણથી આપવાનું નક્કી કર્યું છે. આ પાણી પ્રતિ ૧૦૦૦ લિટરના રૂ.૧૩ લેખે આપવા સ્ટેન્ડંગમાં દરખાસ્ત કરવામાં આવી છે. જા કે, રાજ્ય સરકાર ઉદ્યોગને પીવાનું પાણી રૂ.૨૬ના દરે આપી રહ્યું છે. આમ અત્યાર સુધી ખેડૂતોને મળતું પાણી વેચાણ કરી મનપા કમાણી કરશે. મહાનગરપાલિકાએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી ઉદ્યોગ, બિલ્ડર ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે કમિશનર બંછાનીધિ પાનીએ સ્ટેન્ડંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલી છે.

આ દરખાસ્તમાં શહેરમાંથી દૈનિક ટ્રીટ થઇ નીકળતું ૨૩ કરોડ લિટર પાણીનું વેચાણ કરવામાં આવશે. આ માટે દર ૧૦૦૦ લિટર પાણીના રૂ.૧૩ લેખે ચાર્જ લેવામાં આવશે. રાજ્ય સરકાર ૨૬ રૂપિયાની વસૂલાત કરે છે. આ અંગે આગામી સ્ટેન્ડંગ કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્રે અને ઉદ્યોગોમાં દૈનિક હજારો લિટર ભૂગર્ભ જળનો ઉપયોગ થઇ રહ્યો છે. જેના કારણે ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે ઉતરી રહ્યું છે. મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી શુધ્ધ કરી ઉદ્યોગ, ખેડૂતો, બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગ થાય તો ભૂગર્ભ જળની બચત થશે. આ માટે ખાસ નીતિ બનાવવામાં આવી છે.

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા પાણી ખરીદી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ શાપર-વેરાવળ અસોસિએશન, મેટોડા ઇન્ડ્રસ્ટ્રીઝ એસોસિએશન, આજી જીઆઇડીસી, ભક્તિનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વન વિભાગ, સૌરાષ્ટ ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ યુનિવર્સિટી સહિતના એસોસિએશનને પત્ર લખ્યો હતો. સૌરાષ્ટ યુનિવર્સિટીએ ગાર્ડનિંગ માટે દૈનિક બે લાખ લિટર પાણીની જરૂરત હોવાનું કહ્યું છે, જ્યારે વન વિભાગે આવા પાણીની જરૂરિયાત નથી તેવો જવાબ આપ્યો છે. અન્ય કોઇ સંસ્થાઓએ હજુ સુધી પત્રનો જવાબ લખ્યો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY