ભરૂચ શહેરના કોઠી રોડ પર એક મકાનની દીવાલ ધરાસયી થતાં નાસભાગ મચી

0
345

મળતી માહિતી મુજબ ભરૂચના કોઠી રોડ વિસ્તારમાં ૧૫ થી ૨૦ વર્ષ પુરાણું ચિરાગ તાબેડીયા (CA) મકાન આવેલ છે અને તે બંધ હાલતમાં હોઈ સાઈડ પરની દીવાલનો ભાગ અચાનક ધરાસાઈ થતાં ત્યાં ઉભેલ લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને કરતાં તેવો દ્રારા ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ના હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આજે રવિવાર અને રાત્રીનો સમય હોવા થી મોટી હોનારત થતા બચવા પામી હતી.બનાવની જાણ થતાંજ સ્થાનિક અને ભરૂચ નગર પાલિકાના સભ્ય રાજેશ ચૌહાણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.વહેલી તકે નીચે પડેલ કાટ માળ હટાવાની તજવીજ હાથ ધરેલ હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY