નર્મદા જિલ્લા પ્રથામિક શાળામાં પ્રથમ વાર વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

0
107
  • નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ -8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સાથે વાર્ષિકોત્સવ શિક્ષકોએ સ્વ ખર્ચે યોજ્યો

100 ટકા આદિવાસી બાળકો માં સંસ્કાર નું સિંચન થાય એ માટે માતા,પિતા ગુરુ પૂજન નું આયોજન કર્યું

રાજપીપલા :

ફી મુદ્દે ખાનગી શાળાઓ પર થી વાલીઓનો વિશ્વાસ ડગી રહ્યો છે ત્યારે સરકારી શાળાઓ ના શિક્ષકો દ્વારા પણ બાળકોના વિકાસ માટે કોઈ કચાસ છોડવામાં આવતી નથી અને પોતાના પગારમાં થી બાળકો માટે સાંસ્કુતિક કાર્યક્રમો કરી વાલીઓનું આકર્ષણ મેળવી રહ્યા છે હવે વાલીઓ એજ સમજવું જોઈએ કે સારું શિક્ષણ ક્યાં મળે છે જે દિશા તરફ નાંદોદ તાલુકાની બોરીદ્રા ગામની પ્રાથમિક શાળા એ આગેકૂચ કરી છે.

પ્રાથમિક શાળા બોરીદ્રા ના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા અને તમામ સ્ટાફ તથા એસ.એમ.સી.અધ્યક્ષ સભ્યો દવારા પોતાની યથા શક્તિ પ્રમાણે ખર્ચ માટે ફાળૉ આપી એક વાર્ષિક ઉત્સવ ની ઉજવણી નક્કી કર્યું 1 થી 8 ની આ પ્રાથમિક શાળા માં ધોરણ 8 ના 27 બાળકો આ શાળા છોડી જવાના હોય જેમનો વિદાય સમારંભ નું પણ આયોજન કરવામાં આવ્યું સાથે તમામ વિદ્યાર્થીઓના માતા પિતા ને બોલાવી માતૃ,પિતૃ અને ગુરુ પૂજન બાળકોએ કર્યું સાંસ્કુતિક કાર્યક્રમ બાળકોએ રજુ કર્યો હતો જેમાં ગામમના સરપંચ, તલાટી સહીત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળા છોડતી વખતે ધોરણ 8 ના બાળકો ભાવુક બની ગયા અને રડી પડયા હતા.

આ બાબતે મુખ્ય શિક્ષક અનિલ મકવાણા એ જણાવ્યું હતું કે બોરીદ્રા ગામે આવેલ પ્રાથમિક શાળામાં 158 બાળકો ભણે છે પરંતુ શિક્ષણ ના મૂલ્ય જળવાઈ, જેમનામાં સંસ્કુતિનું સિંચન થાય અને માતા, પિતા અને ગુરુ પ્રત્યે સન્માન રહે એ માટે એક પ્રયાસ છે, ખાનગી શાળાઓ જેવો ખર્ચ ના કરી શકીયે પણ બાળકો માટે અમે સ્વખર્ચ કરી ને પણ આ કાર્યક્રમ યોજ્યો છે.

રિપોર્ટર -નર્મદા ,ભરત શાહ મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY