(સુરત માહિતી બ્યુરો)
આગામી તા. ૦૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલે સુરત જિલ્લામાં પર્યાવરણ જાગૃત્તિ અને સ્વચ્છતા અભિયાનના આગોતરા આયોજન અંગે આજરોજ જિલ્લાના અધિકારીઅો તથા સ્વૈચ્છિક સંસ્થાઅો સાથે બેઠક યોજી હતી.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટરએ રાજય સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિનથી એક સપ્તાહ સુધી પર્યાવરણ જાગૃત્તિ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાનાર છે. તેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવી ગંદકીને રોકવાનો, પ્લાસ્ટિકનો વપરાશ અોછો કરી પર્યાવરણનું જતન કરવાનો મુખ્ય આશય છે. સુરત જિલ્લામાં પણ આ અભિયાનનું આગોતરૂ આયોજનના ભાગરૂપે મુજબ સુરત જિલ્લામાં આ અભિયાનમાં સુરત મહાનગર પાલિકા વિસ્તારો, તમામ તાલુકા પંચાયતોના મુખ્ય મથકો, રૂર્બન વિસ્તારોના ગામો, મહાનગરપાલિકાઅોથી બે કિ. મી ની ત્રિજયામાં આવેલ આઉટગ્રોથ વિસ્તારના મુખ્ય રસ્તાઅો તેમજ એવા વિસ્તારો કે જયાં ગંદકીના ઢગલાઅો વધારે પ્રમાણમાં જાવા મળે છે તે વિસ્તારો, શહેરોમાંથી પસાર થતી મુખ્ય નદીઅોના કાંઠા, અગત્યના મંદિરો અને ધાર્મિક સ્થળોમાંથી ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા સ્વૈચ્છિક સંસ્થાઅો તથા સંબધિત અધિકારીઅોને આહવાન કર્યુ હતુ. ત્યારબાદ પત્રકારોની પ્રેસ કોન્ફરન્સમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે લોકોને જાગૃત કરવાના અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. પી. દેસાઇ, જિલ્લાના અધિકારીઅો તથા મહાનગર પાલિકાના અધિકારીઅો તથા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઅો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





