ભરૂચ ના કુકરવાડા માં આવેલ તળાવ ફળિયા માં મકાનમાં તસ્કરો ત્રાટકી : ૧.૬૦ લાખની મતાનો હાથફેરો

0
169

ભરૂચ,
૨૨/૦૨/૨૦૧૮

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચના કુકરવાડા ગામમાં આવેલ તળાવ ફળિયા વિસ્તારમાં રહેતા અલ્કેશ પટેલ ના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી જેમાં રાખેલ સોના ચાંદીના ૬ થી વધારે તોલાના ઘરેણા અને અંદાજીત ૪૦૦૦ હજાર રૂપિયા રોકડ ની ચોરી કરી અંધારામાં પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી.જે અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના કર્મીઓએ ઘટના સ્થળે પર પહોંચી ચોરી કરનાર તસ્કરો સામે ચોરી અંગે નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.હલમા ભરૂચમાં શહેર વધતાં જતા ચોરીના બનાવોના લીધે પોલીસ રાત્રી દરમ્યાન પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY