નર્મદા પોલીસ ની સતત વોચ છતાં દારૂ જુગાર ના ખૂણે  ખાચરે ધંધો ચલાવતા લોકોમાં હજુ ડર નથી …?!

0
213

ડેડીયાપાડા પીપરવટી ગામ ની સિમ માં સંતાડેલ 37 હજાર નો દારૂ મળ્યો પણ આરોપી ફરાર…!!

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વાળા ની કડક સૂચના થી રોજ જિલ્લા માં ઠેર ઠેર દારૂ જુગાર ના વેપલા પર પોલીસ છાપ મારી કેશો કરે છે છતાં જગ્યાઓ બદલી ને ખૂણે ખાચરે આ વેપલો ચલાવતા લોકો ને જાણે કાયદાનો કોઈ ડર નથી તેમ લાગી રહ્યું છે ત્યારે તેમાં કંઈક અંશે કાયદાની છટકબારી કે તંત્ર ની ઢીલી નીતિ જવાબદાર હોય તેમ લાગે છે 

ગતરોજ ડેડીયાપાડા પોલીસે પીપરવટી ગામ ની સિમ માં બાતમી ના આધારે રેડ કરી ત્યારે ત્યાં સિમ માં સંતાડેલા વિદેશી દારૂના 743 નંગ ક્વાંટરીયા જેની કિંમત 37150 રૂપિયા હોય તે પોલીસ ને મળ્યા પરંતુ દારૂના વેપલા સાથે સંકળાયેલો સુભાષ જયસિંગ વસાવા ( રહે ,હરિપુરા,તા- ઉમરપાડા ,જિલ્લો-સુરત) નામનો બુટલેગર પોલીસ ને જોઈ ત્યાંથી નાસી ગયો હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાશ હાથ ધરી હતી .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY