નર્મદા જિલ્લા પંચાયત ની પ્રમુખ -ઉપ પ્રમુખની 20 મી જૂને ચૂંટણી : કોંગ્રેસ જેડીયુ વચ્ચે બેઠકોનો દોર શરૂ 

0
11

પ્રમુખ પદ કોંગ્રેસ પાસે રહે તેવી શક્યતા, કેવડિયા ના દિનેશ તડવી અને દેડીયાપાડાના દામુ વસાવા પ્રમુખ માટે ના દાવેદાર 

રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત ની બીજી ટર્મ માટે ની ચૂંટણી આગામી 20 મી જૂને યોજાનારી છે જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી કરવામાં આવશે જેના ફોર્મ 19 મીના રોજ ભરવામાં આવશે, જિલ્લા પંચાયત માં હાલ કોંગ્રેસ જેડીયુ ગઠબંધન ની સત્તા છે ત્યારે પહેલી ટર્મ માં કોંગ્રેસ ના પ્રમુખ હતા તો બીજી ટર્મમાં કોના પ્રમુખ હશે ? શું  જેડીયુ દાવેદારી કરશે જેને લઈને અનેક અટકળો ચાલી રહી છે જોકે જિલ્લામાં કોંગ્રેસ પાસે સૌથી વધુ બેઠકો હોય પ્રમુખ પદ કોંગ્રેસ પાસે રહેેેે એવી શક્યતાઓ છે, ત્યારે કોંગ્રેસમાં પ્રમુખ માટે ખેંચતાણ ચાલી રહી છે. સૌથી વધુ બેઠકો જિલ્લા પંચાયતની લાવનાર તિલકવાડા કે ગરુડેશ્વર ને પ્રમુખ પદ મળેછે કે પછી ડેડીયાપાડા માં કોંગ્રેસ ને જીવંત રાખવા પ્રમુખ પદ દેડિયાપાડા પણ જઈ શકાય તેમ છે.

છતાં કોંગ્રેસ ના સિનિયર ગણાતા અને અનુભવી એવા હાલના બાંધકામ સમિતિ ચેરમેન દિનેશ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ ના પ્રથમ દાવેદાર છે જયારે ડેડીયાપાડાની વાત આવે તો દામુભાઇ વસાવા પણ કોંગ્રેસ ના પ્રમુખ માટે દાવેદાર છે, તિલકવાડા માંથી કપૂર ભીલ પણ દાવેદાર છે. ત્યારે હવે કોના પર કોંગ્રેસ હાઈ કમાન્ડ પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું, પરંતુ હાલ નવા પ્રમુખ ને લઈને સૌની મીટ બંધાયેલી છે અને દાવેદારો પોતાનું કિસ્મત અજમાવવા જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠનના ઘરે પૂનમો ભરી રહ્યા છે. ત્યારે હવે કોણ પ્રમુખ બને જે 20 મીના રોજ ખબર પડી જશે.

 

બોક્ષ : નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ માટે ની ચૂંટણી 20 મી જૂને યોજાશે હાલ પ્રમુખ માટે આમારા સાથી પક્ષ જેડીયુ સાથે બેઠક કરવામાં આવશે, આ સાથે કોણ પ્રમુખ બનશે જે હાઇકમાન્ડ નક્કી કરશે જે અંગેની બેઠકો અમારી ચાલુ છે >> પ્રફુલ પટેલ (જિલ્લા પ્રમુખ કોંગ્રેસ )

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY