ભરૂચ માં નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત આજે અર્બન લોકલ બોડીનો વાર્ષિક વર્કશોપ યોજાયો હતો. જેમાં નગરપાલિકા ના સભ્યો સહિત અર્બન હેલ્થ મિશનના અધિકારીઓ અને વર્કરો એ ભાગ લીધેલ હતો.

0
119

ભરૂચ,
20/02/2018

આજ રોજ ભરૂચ નગર પાલિકા ના સભાખંડ માં નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત અર્બન લોકલ બોડીની વાર્ષિક વર્કશોપ યોજાયો હતો.નેશનલઅર્બન હેલ્થ મિશન ગુજરાત રાજ્યમાં ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૧૫૯ નગરપાલિકા ઓમાં રાજ્ય સરકારના અર્બન હેલ્થ પ્રોજેકટ ને અમલીકરણ કરવાની કામગીરી કરે છે.અર્બન હેલ્થ મિશન ની મુખ્ય આરોગ્ય લક્ષી યોજનાઓ માં જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના,જેવી બીજી અન્ય


યોજનાઓની વિસ્તૃત માહિતી નગર પાલિકા વિસ્તારમાં વસતા લોકોને મળી રહે તે હેતુસર નગર પાલિકા માં ચૂંટાયેલા સભ્યોનો અર્બન લોકલ બોડીનો વાર્ષિક વર્કશોપ રાખવામાં આવ્યો હતો.આ વર્કશોપમાં ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ આર.વી.પટેલ ચીફ ઓફિસર સંજય સોની, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો,જે.એસ.દુલેરા સહિત નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને અર્બન હેલ્થ વિભાગ ના મેડિકલ ઓફિસરો,ફિમેલ સુપરવાઈઝર હજાર રહ્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY