પ્રોવિડન્ટ ફંડ અને બોનસ ના નાણાં મેળવવા પ્રતીક ઉપવાસ અને આત્મ વિલોપન ચીમકી આપનાર ને લીધે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડની ટીમને તૈનાત કરાઈ.

0
246

ભરૂચ,
20/02/2018

આજ રોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રોવિડન્ટ ફંડ અને બોનસના નાણાં મેળવવા પ્રતીક ઉપવાસ અને આત્મ વિલોપન ચીમકી આપનાર માટે પોલીસ બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડની ટીમને ગોઠવી દેવાઈ હતી.મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર માં ઉકાઈ કોલોની,પીરામણ ખાતે રહેતાં જયંતિ મનસુખ તડવી કે જેઓ સૂર્યા સિક્યુરિટી એન્ડ લેબર સર્વિસ નામની એજન્સી પાસે પ્રોવીડન્ટ ફંડ અને બોનસના બાકી નીકળતાં નાણાં મેળવવાં માંગણી સાથે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટરની કચેરી પર પ્રતીક ઉપવાસ અને આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી.જેને લઈને વહીવટી તંત્ર દ્રારા પાટણ જેવો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કલેકટર કચેરીમાં રાખવામાં આવ્યા હતાં.જોકે સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ જયંતિ તડવીને અંકલેશ્વર શહેર પોલીસ દ્રારા શોધી કાઢી તેમના જવાબ લેવાની કાર્યવાહી ચાલી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY