બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં બોગસ દસ્તાવેજો બનાવી લોન મેળવી છેતરપિંડી કરી ફરાર બે આરોપીઓની અટકાયત કરતી ભરૂચ એ,ડિવિઝન પોલીસ

0
142

પ્રાપ્ત માહિતી મુજબ આ કામના ફરિયાદી દેવાંગ હિંમતલાલ શાહ રહે,૫૪,ઝાડેશ્વર રોડ,પ્રશાદ સોસાયટી મકાનનં,૫૦,આઇનોક્ષ ની સામે તેવોએ ભરૂચ શક્તિનાથ શાખાની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ગત તારીખ ૧૬/૧૦/૧૭ થી તારીખ ૧૯/૧૨/૧૭ દરમ્યાન આરોપી(૧)જ્યંતી ઠક્કર રહે, જયનારાયણ સોસાયટી લિંક રોડ ભરૂચ (૨) પૂર્વીબેન જ્યંતી ઠક્કર, જયનારાયણ સોસાયટી,(૩) ભાવનાબેન જ્યંતી ઠક્કર( ૪) અમિતભાનું રમણ પટેલની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે જયંતિ અને તેમના સથીઓની મદદગારી લઈને બેંકમાં બોગસ NOC સર્ટી, આધારકાર્ડ,ઈલેક્શન કાર્ડ,ખોટાં બનાવી ખરા તરીકે દસ્તાવેજો રજૂ કરી બેન્કમાંથી રૂ.૨.૫૫.૦૦૦ અને રૂ.૩.૧૨.૦૦૦ ની લોન લઈને ગુનાહિત વિશ્વાસઘાત કરી ઠગાઈ
અને છેતરપિંડી કરી ફાફર થઈ ગયેલ હતાં જે અંગેનો ગુનો ભરૂચ એ ડિવિઝન પોલીસે ipc કલમ ૪૦૬,૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જયારે આરોપી ઓએ વિરૂધ્ધ અન્ય આવાજ ગુનાઓ બરોડા,અને આનંદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયા હોઈ આનંદ વિદ્યાનગર પોલીસે જ્યંતી ઠક્કર અને અમિતભાનું પટેલ ની અટકાયત કરી હોઈ અને ભરૂચ માં પણ આવી રીતે ગુનો કર્યો હોવાની કબૂલાત કરતાં જેની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરતાં તેવો દ્રારા આનંદ સબજેલ માંથી ટ્રાન્સફર વોરંટ થી બંનેવ ને ભરૂચ લાવી વધું તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY